ATM માંથી પૈસા ઉપાડવાના બહાને એવી વસ્તુ ચોરી, કે વિડીયો જોઈને તમને આશ્ચર્યચકિત થઇ જશો

ટ્વિટર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ATM કિઓસ્કમાંથી સેનિટાઇઝરની બોટલ ચોરી કરતી જોવા મળી રહી. ઇન્ટરનેટ પરના લોકો આ જોઈને મિક્ષ પ્રતિસાદ આપી રહ્યા છે.

ATM માંથી પૈસા ઉપાડવાના બહાને એવી વસ્તુ ચોરી, કે વિડીયો જોઈને તમને આશ્ચર્યચકિત થઇ જશો
CCTV માં કેદ ચોરી
Follow Us:
| Updated on: May 03, 2021 | 2:35 PM

કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે. દેશમાં જ્યારે પણ આવી દુર્ઘટના આવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે. કોરોનાની પ્રથમ તરંગમાં, સેનિટાઇઝર અને માસ્ક માટે લોકોની પડાપડી સ્પષ્ટપણે જોવા મળી હતી. કોરોનાની બીજી તરંગમાં લોકોમાં ભયની વિચિત્ર હિલચાલ શરૂ થઇ ગઈ છે.

એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ ATM માંથી સેનિટાઇઝર ચોરી કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના ATM ના સીસીટીવીમાં નોંધાઈ છે અને હવે લોકો તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

આઈપીએસ (ભારતીય પોલીસ સેવા) અધિકારી દિપાંસું કાબરાએ આ સીસીટીવી ફૂટેજ ટ્વિટર પર પોસ્ટ કરી છે જેમાં એક વ્યક્તિ ATM કિઓસ્કમાંથી સેનિટાઇઝરની બોટલ ચોરી કરતી જોવા મળી રહી. ઇન્ટરનેટ પરના લોકો આ જોઈને મિક્ષ પ્રતિસાદ આપી રહ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ વિડીયો જોઈ ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે ઘણા લોકો મજાક ઉડાવી રહ્યા છે. 33 સેકન્ડની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ કલીપને અત્યાર સુધીમાં 30,000 થી વધુ વખત જોવામાં આવી છે.

https://twitter.com/ipskabra/status/1388021332630142985

વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ પહેલા સેનિટાઇઝરથી પોતાનો હાથ સાફ કરે છે, ત્યારબાદ તે તેના પર્સમાંથી એટીએમ કાર્ડ કાઢી અને પછી તેનો ઉપયોગ કરીને મશીનમાંથી પૈસા ઉપાડે છે. પૈસા ઉપાડ્યા પછી ATM રૂમમાંથી બહાર જોઇને, સંતાડીને સેનિટાઈઝરની બોટલ તેની થેલીમાં મુકે છે.

તે આજુબાજુ જોઇને પહેલા ચોખવટ કરે છે કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને. અને બાદમાં ચાન્સ મળતા જ બોટલ બેગમાં મુકીને ત્યાંથી છૂમંતર થઇ જાય છે. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે. ઘણા લોકો આના પર અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે.

આ પણ વાંચો: એલોન મસ્કને નુકશાન? વિરોધ થતા એલોન મસ્કની કંપનીને આપેલો Moon Lander કોન્ટ્રાક્ટ NASA એ અટકાવ્યો

આ પણ વાંચો: તમારા નજીકના Corona Vaccine સેન્ટરની માહિતી હવે WhatsApp પર મળશે, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">