વિકૃત માનસિકતા : અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીના મોબાઈલમાં 149 પોર્ન વિડીયો મળી આવ્યા

દિવાળીની સાંજે મૂળ બિહારના રહેવાસી ગુડડુ યાદવે ઘર નજીક રહેતી બાળકીને નશાની હાલતમાં ઊંચકીને 500 મીટર દૂર આવેલી અવાવરી જગ્યા પર લઈ જઈને માસૂમ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.

વિકૃત માનસિકતા : અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીના મોબાઈલમાં 149 પોર્ન વિડીયો મળી આવ્યા
149 porn videos were found in the mobile of the accused who murdered a two and a half year old girl after raping her
Parul Mahadik

| Edited By: Utpal Patel

Nov 10, 2021 | 2:03 PM

સુરતના પાંડેસરામાં હેવાનીયતની હદ વટાવતા કિસ્સામાં માત્ર અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં પાંડેસરા પોલીસ દ્વારા આરોપી ગુડડુ યાદવની ધરપકડ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા કોર્ટમાંથી આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

પાંડેસરા પોલીસ દ્વારા આરોપીનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 149 જેટલી પોર્ન કલીપ અને ફિલ્મ મળી આવી છે. જે દર્શાવે છે કે આરોપી કેટલી હદે વિકૃત માનસિકતા ધરાવતો હતો. જેના લીધે એક માસૂમ કળી ખીલતા પહેલા જ મુરઝાઈ ગઈ છે.

પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિમાન્ડના મુદ્દાઓ –દિવાળીના દિવસે અનેક બાળકો હતા, આરોપીએ બે વર્ષની બાળકીનું અપહરણ કરીને બદકામ કરવાનું શા માટે વિચાર્યું ? અગાઉ પણ તેણે આ કૃત્ય કર્યું હતું કે નહીં ? –આરોપી બાળકીને કયા રસ્તેથી લઈ જાય છે, તે રસ્તાના સીસીટીવી ફૂટેજ, તેમજ પુરાવા ભેગા કરવાના બાકી છે. –આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. –આરોપી બળાત્કાર બાદ કોને કોને મળ્યો ? અને કોની મદદ લીધી છે તે તપાસવાનું બાકી છે. –બાળકીના પરિવારની સાથે કોઈ અંગત અદાવતથી દુષ્કર્મ કર્યું છે કે કેમ તે પણ તપાસવાનું બાકી છે. –આરોપીના મોબાઈલમાં અનેક પોર્ન ફિલ્મો મળી આવી, આ કલીપો કોની પાસેથી ડાઉનલોડ કરવામાં આવી તેની પણ પૂછપરછ કરવાની બાકી છે. –સાક્ષીઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવવા પણ આરોપીઓની હાજરી જરૂરી છે. –એફએસએલ અધિકારીને મારફતે ગેઇટ એનાલિસિસ કરવું જરૂરી છે.

ગેઇટ એનલિસીસ એટલે શું ? આરોપી નું એફએસએલ ગેઇટ એનાલિસિસ કરાશે. કારણ કે સીસીટીવી કેમેરામાં આરોપીનું ચહેરો બરાબર દેખાતો નથી. જેથી આરોપી એ જ છે તે સાબિત કરવા માટે તેનું કદ, કાઠીનું એનાલિસિસ કરીને આરોપીને ચલાવીને સીસીટીવીની ચાલ સાથે સરખાવવામાં આવશે.

દિવાળીની સાંજે મૂળ બિહારના રહેવાસી ગુડડુ યાદવે ઘર નજીક રહેતી બાળકીને નશાની હાલતમાં ઊંચકીને 500 મીટર દૂર આવેલી અવાવરી જગ્યા પર લઈ જઈને માસૂમ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati