ત્રણવાર પ્રેમલગ્ન કરનાર પિતાએ પૂત્રની કરી હત્યા, પૌત્રની હત્યા અંગે પૂત્ર સામે દાદાએ નોંધાવી ફરિયાદ

મેઘરજમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર વર્ષના બાળકને તેના જ પિતાએ, પોતાના વધુ એક લગ્ન માટે હત્યા કરી છે. પોતાના જ પુત્રની હત્યા કરનાર પિતા વિરુદ્ધ મૃતક બાળકના દાદાએ મેઘરજના ઇસરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોતાના જ દીકરાને ગળે ટુંપો આપીને હત્યા થઇ ચુકી હોવાનુ સમજી પિતા ફરાર થઇ ગયો […]

ત્રણવાર પ્રેમલગ્ન કરનાર પિતાએ પૂત્રની કરી હત્યા, પૌત્રની હત્યા અંગે પૂત્ર સામે દાદાએ નોંધાવી ફરિયાદ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 03, 2020 | 10:04 AM

મેઘરજમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર વર્ષના બાળકને તેના જ પિતાએ, પોતાના વધુ એક લગ્ન માટે હત્યા કરી છે. પોતાના જ પુત્રની હત્યા કરનાર પિતા વિરુદ્ધ મૃતક બાળકના દાદાએ મેઘરજના ઇસરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોતાના જ દીકરાને ગળે ટુંપો આપીને હત્યા થઇ ચુકી હોવાનુ સમજી પિતા ફરાર થઇ ગયો પરંતુ પુત્ર બેભાન અવસ્થામાં રહી જતા તેને બચાવવા માટે દાદા અને દાદીએ સારવાર કરાવી ચાર દીવસ સુધી જીવન બચાવવાનો પ્રયાસ આખરે નિષ્ફળ નિવડ્યો હતો.

ISARI POLICE

એક નહી, બે નહી પરંતુ ત્રણ- ત્રણવાર પ્રેમ લગ્ન કર્યા બાદ પણ એકલતામાં જીવી રહેલા નૈનેષ નિનામાને ચારેક વર્ષ અગાઉ તેની બીજી પત્નિથી એક દીકરો જન્મ્યો હતો.  આ પહેલા નૈનેષે નિનામાએ એક યુવતી સાથે પ્રેમ સંબંધ થતા લગ્ન કરી લીધા હતા અને પોતાને ઘરે લઇ આવ્યો હતો અને બાદમાં મનમેળ નહી રહેતા એક જ વર્ષના લગ્ન જીવનનો અંત થયો હતો. ત્યાર બાદ બીજા પ્રેમ લગ્ન કરીને બીજી પત્નિ ઘરે લઇ આવ્યો હતો અને જેના થકી ધ્રૃવનો જન્મ થયો હતો. પરંતુ ત્રણેક વર્ષના ગાળામાં જ લગ્ન જીવન તુટી પડતા ધૃવ અને નૈનેશ બંનેને મુકીને તેની માતા પીયર ચાલી ગઇ હતી અને બાદમાં ત્રીજી યુવતીને પણ પ્રેમ જાળમાં ફસાવી ને લઇ આવ્યો હતો આમ ત્રણ લગ્ન બાદ પણ એકલા રહેલા નૈનેષને શુ શુઝ્યુ કે તેણે તેના જ પુત્રની હત્યા કરી દીધી છે

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

અમદાવાદમાં રહીને છુટક મજૂરી કામ કરતો નૈનેષ નિનામા આમ તો આઠ પાસ છે અને તે ગત ૨૫ ઓગષ્ટે પોતાના ઘરે આવ્યો હતો. જ્યાં ઘરે તેનો પુત્ર ધૃવ તેના દાદા અને દાદી સાથે રહેતો અને ત્યાં જ દાદા દાદી તેને ઉછેરી રહ્યા હતા. અઠ્ઠાવીસ ઓગષ્ટે સવારે સાડા અગીયારેક વાગ્યાના અરસા દરમ્યાન નૈનેષ તેના પુત્ર ધૃવને વાળ કપાવવા માટે નજીકના રેલ્લાવાડા લઇ જવાનુ દાદાને કહીને ચાલતા જવા નિકળેલ હતા પરંતુ અડધા એક કલાકના સમય બાદ નૈનેષ એકલો પરત આવ્યો હતો. એકલો જોઇને તેના માતા પિતાએ પૌત્ર ધૃવ અંગે પુછતા તે તેની માસીના ઘરે મુકી ને આવ્યો હોવાનુ જણાવેલ. આ અરસા દરમ્યાન ઘરમાથી તે પોતાની કપડા ભરેલી થેલી લઇને પરત કામે જવા નિકળવાના બહાને ચાલી નિકળ્યો હતો.

ISARI POLICE

જોકે ધૃવને લઇને તેના દાદા દાદીને મનમાં મુંઝવણ લાગતા તેની માસીને પુછતા ધૃવ પોતાના ઘરે નહી આવ્યો હોવાનુ જણાવેલ. આ દરમ્યાન પોતાના જ ઘરના પાછળના ભાગે કુવા પાસે ધૃવના ગળામાં દોરી બાંધેલી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવતા તેને બાઇક પર નજીકના ઇસરી સરકારી દવાખાને અને બાદમાં મોડાસા અને હિંમતનગરની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં ચારેક દીવસની સારવાર બાદ ધૃવે પોતાનો દમ તોડ્યો હતો.

ISARI POLICE

પોતાના પૌત્રની હત્યા પોતાના દીકરાએ કરી હોવાથી આખરે દાદા નરસિંહ નિનામાએ ઇસરી પોલીસ મથકે ફરાર પુત્ર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ઇસરી પોલીસના પોલીસ ઇન્સ્પેકટર અને મોડાસા ડીવાયએસપી ભરત બશીયાએ ટીમોની રચના કરી હત્યારા પિતાને જેલના સળીયા પાછળ ધકેલવા માટે શોધખોળ હાથ ધરી છે. જોકે પોલીસને પણ અનેક સવાલો ઉપજી રહ્યા છે જેમાનો સૌથી મોટો સવાલ એ છે કે પોતાના જ દીકરાની હત્યા પિતાએ કેમ કરી. આ સવાલનો સ્પષ્ટ જવાબ પણ નૈનેષ પોલીસને હાથ લાગ્યા બાદ જ મળી શકે એમ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">