AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ક્યારે આવશે કોરોનાનો અંત? શું ઓમિક્રોન છે છેલ્લો વેરીયન્ટ? જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ (Omicron Variant) બીજા વેરીયન્ટની સરખામણીએ સૌથી ઝડપથી ફેલાયો છે, પરંતુ રસીકરણને કારણે તેની ખુબ ગંભીર અસર નથી.

Covid-19: ક્યારે આવશે કોરોનાનો અંત? શું ઓમિક્રોન છે છેલ્લો વેરીયન્ટ? જાણો શું કહે છે એક્સપર્ટ
Corona Omicron Variant - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 10:30 PM
Share

કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ (Omicron Variant) બીજા વેરીયન્ટની સરખામણીએ સૌથી ઝડપથી ફેલાયો છે, પરંતુ રસીકરણને કારણે તેની ખુબ ગંભીર અસર નથી. હવે સવાલ એ થાય કે શું આ કોરોના (Corona) અને ઓમિક્રોમ સાથે જીવતા શીખવું પડશે કે પછી તેનો અંત આવશે? હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ ક્યારે આવશે આ મહામારીનો અંત અને ઓમિક્રોનથી ક્યારે મળશે રાહત? કોરોના માહામારીએ આખી દુનિયાને ભરડામાં લીધી છે અને તેનો ઓમિક્રોન વેરીયન્ટ સૌથી ઝડપથી ફેલાઇ રહ્યો છે. નવેમ્બરથી ઓમિક્રોનની ફેલાવાની શરૂઆત થઇ ગઇ હતી અને હવે તે પીક લેવલ પર છે.

ઘણા નિષ્ણાંતોનું કહવું છે કે હાલ જે રસીઓ ઉપલબ્ધ છે એ કોરોના માટે એટલી અસરકારક નથી. આ બાબત દક્ષીણ આફ્રિકાના એક પ્રયોગ શાળામાં સાબિત થઇ. પ્રયોગ શાળામાં સંકેત મળ્યા કે વાયરસને નિષ્ક્રિય કરવા માટે વિશ્વસ્તર પર 10 અરબ જેટલી કોરોના રસી ઉપલબ્ધ છે, જે કોરોના વિરૂધ્ધ એન્ટીબોડિ બનાવે છે. છતા સવાલ એ છે કે કોરોનાની રસી છતા મહામારી કાબુમાં કે નાબુદ નથી થતી.

મહામારીની સ્થિતી જ્યારે વધુ ખરાબ છે ત્યારે નિષ્ણાંતોને પુછવામાં આવ્યુ કે કોરોનાનો અંત ક્યારે આવશે? શોધકર્તાઓએ આપેલી જાણકારી અનુસાર નિશ્ચિત છે કે ઓમિક્રોન કોરોનાનો અંતિમ વેરિયન્ટ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોવિડ-19 ધીમે ધીમે તેનો પ્રભાવ ઓછો કરશે અને બાદમાં સામાન્ય બિમારીની જેમ તે નિષ્ક્રિય બની જશે.

લંડન સ્કુલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિક મેડિસિનના એક મહામારી વૈજ્ઞાનીક સેબસ્ટિયન ફંકે જણાવ્યુ કે, મને લાગે છે કે સમય સાથે કોરોના સામાન્ય બનતો જશે અને ધીમે ધીમે લોકોમા કોરોના સામે લડવા માટે એન્ટિબોડી બનતા જશે. ત્યારબાદ કોરોના ઘાતક બિમારી નહીં રહે. જો કે પ્રખ્યાત વાયરોલોજીસ્ટ એરિસ કોટબોરાકિસે જણાવ્યુ કે, આ માહામારી સ્થાનિક સ્તર પર પહોચી જશે પછી તેનો સંક્રમણનો ડર ઓછો થતો જશે.

તેમણે સ્થાનિક શબ્દ પર પ્રકાશ પાડતા જણાવ્યુ કે એક બિમારી જ્યારે સ્થાનિક અવસ્થામાં પહોંચે છે ત્યારે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણ ફેલાવાની ક્ષનતા ઓછી થતી જાય છે જેને કારણે બિમારીનો ફેલાવો અટકી જાય છે. બ્રિટનના એડિબર્ગ યુનિવર્સિટીના સંક્રમણ અને મહામારી સાથે જોડાયેલા વૈજ્ઞાનિક વુલહાઉસનું માનવુ છે કે, કોવિડ-19 ત્યારે જ સ્થાનિક થશે જ્યારે તેનું સંક્રમણ પુખ્ત વયના લોકોમા ઓછુ થતુ જશે. તેની વિકાસની ક્ષમતા ઘટતા હજુ દાયકો નિકળી જશે. ત્યારબાદ તેની ક્ષમતામાં ઘટાડો નોંધાશે અને કોરોનાનો અંત આવશે.

આ પણ વાંચો :Gujarat માં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં, 10 લાખ ડોઝ પુરા થતાં ઉજવણી કરાશે

આ પણ વાંચો :રાજ્યમાં સૌથી વધારે 170 દર્દીઓના કોલોન ઈન્ટર પોઝિશન ઓપરેશન સુરત સિવિલમાં કરાયા

g clip-path="url(#clip0_868_265)">