ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ, 9 લોકોએ જીવ ગુમાવ્યો
છેલ્લા પાંચ દિવસમાં રાજયમાં કોરોના કેસોમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ નોંધાયા છે તેમજ 9 લોકોના કોરોનાના લીધે મોત થયા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona) બીજી લહેર સમાપ્ત થયા બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. જો કે તેની બાદ હાલમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં અને કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના (Omicron) કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં રાજયમાં કોરોના કેસોમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ નોંધાયા છે તેમજ 9 લોકોના કોરોનાના લીધે મોત થયા છે.
જેમાં જોવા જઇએ 22 ડિસેમ્બરના રોજ રાજયમાં કોરોનાના 91 કેસ, 23 ડિસેમ્બરના રોજ 111 , 24 ડિસેમ્બરના રોજ 98, 25 ડિસેમ્બરના રોજ 179 અને 26 ડિસેમ્બરમાં રોજ 177 કેસ નોંધાયા છે. જ્યારે આ દિવસો દરમ્યાન કુલ નવ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.
26 ડિસેમ્બરે રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા હતા. રાજકોટમાં શહેરમાં 24, સુરત શહેરમાં 20 નવા કેસ વડોદરા શહેરમાં 15, રાજકોટ જિલ્લામાં 12 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 359 થઇ છે, તેમજ મૃત્યુઆંક 10,113 થયો છે.
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરના રોજ સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા. જે 26 ડિસેમ્બરના રોજ 177 કેસ નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. જેમાં 25 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 837 હતા, જે 26 ડિસેમ્બરના રોજ વધીને 948 થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 298 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કાંડના 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા
આ પણ વાંચો : અમદાવાદમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને અપાઈ રજા: દર્દીએ ઓમિક્રોનની અસર અને વેક્સિનને લઈને કહી આ મોટી વાત