મમતા બેનર્જીનો દાવો, કેન્દ્ર સરકારે મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતા સીલ કર્યા, હજારો દર્દીઓ બન્યા નિરાધાર
મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રાલયે ક્રિસમસ પર આવો નિર્ણય લીધો છે તે સાંભળીને હું ચોંકી ગઈ છું. તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે.
મધર ટેરેસાના (Mother Teresa) મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે કેન્દ્રીય મંત્રાલય પર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રાલયે ક્રિસમસ પર આવો નિર્ણય લીધો છે તે સાંભળીને હું ચોંકી ગઈ છું. તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે. જ્યારે કાયદો સર્વોપરી છે, ત્યારે માનવતાવાદી પ્રયાસો સાથે સમાધાન ન થવું જોઈએ.
Shocked to hear that on Christmas, Union Ministry FROZE ALL BANK ACCOUNTS of Mother Teresa’s Missionaries of Charity in India!
Their 22,000 patients & employees have been left without food & medicines.
While the law is paramount, humanitarian efforts must not be compromised.
— Mamata Banerjee (@MamataOfficial) December 27, 2021
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કહેવા પર તમામ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ક્રિસમસ દરમિયાન તમામ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા મિશનરીઝ ઑફ ચેરિટીએ કહ્યું કે અમને બધું જ ખબર છે, અમે હજુ કંઈ કહેવાના નથી.
ગુજરાતમાં મિશનરીઝ ઑફ ચેરિટીના ચિલ્ડ્રન હોમ પર FIR ગુજરાતમાં મિશનરીઝ ઑફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ વિરુદ્ધ ત્યાં રહેતી છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે હિંદુ છોકરીઓને કથિત રીતે ક્રોસ પહેરાવીને અને તેમને પાઠ માટે બાઇબલ આપીને ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે મેનેજમેન્ટે કન્વર્ટ કરવાના પ્રયાસના હેતુથી છોકરીઓને પાઠ કરવા માટે સ્ટોરરૂમના ટેબલ પર બાઈબલ મૂક્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, ધર્મ પરિવર્તન સંબંધિત ગુજરાત સ્વતંત્રતા અધિનિયમની કલમ ત્રણ અને ચાર (કોઈપણ વ્યક્તિને પ્રલોભન અથવા છેતરપિંડી દ્વારા ધર્મ બદલવાનો પ્રયાસ) તેમજ ભારતીય દંડ સંહિતાની કલમો (IPC) કલમ 295 (A) અને 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કથિત ઘટનાઓ આ વર્ષે 10 ફેબ્રુઆરીથી 9 ડિસેમ્બરની વચ્ચે બની હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે દુબઈ જશે, 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુલાકાત રહેશે ખાસ