અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં સામે આવ્યો વિવાદ, અલગ-અલગ રિપોર્ટ આવતા એક વિદ્યાર્થીનું કેનેડા જવું અટકી પડ્યું.

ગોમતીપુરમાં તેજબહાદુર સોસાયટીમાં રહેતા વિશાલસિંગ ભૂષરી પરિવારના આક્ષેપ છે કે અલગ અલગ રિપોર્ટ આવતા વિશાલસિંગ ભૂષરીનું કેનેડા જવાનું અટકી પડ્યું છે. વિશાલસિંગ ભૂષરી સિવિલ એન્જીનીયરીંગની માસ્ટર ડિગ્રી માટે કેનેડા જવાનું હતું.

અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં સામે આવ્યો વિવાદ, અલગ-અલગ રિપોર્ટ આવતા એક વિદ્યાર્થીનું કેનેડા જવું અટકી પડ્યું.
Student stopped going to Canada due to different reports in Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:11 PM

Ahmedabad : રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેણે આરોગ્ય વિભાગમાં ચિંતા સર્જી છે. તો લોકો સ્વજાગૃત બનતા ટેસ્ટ કરાવતા પણ કેસ વધ્યા હોવાનું અનુમાન છે. તો સાથે જ વિદેશ જતા લોકો માટે ફરજિયાત ટેસ્ટિંગ (Testing) રખાયું છે. જેથી કોરોના (Corona) સંક્રમણ પર અંકુશ લાવી શકાય. જોકે આજ ફરજિયાત ટેસ્ટિંગને લઈને ગોમતીપુરમાં રહેતા અને કેનેડા અભ્યાસ કરવા જતાં એક વિદ્યાર્થી (Student)અને તેના પરિવારે ટેસ્ટિંગ પર સવાલ ઉભા કર્યા છે.

ગોમતીપુરમાં તેજબહાદુર સોસાયટીમાં રહેતા વિશાલસિંગ ભૂષરી પરિવારના આક્ષેપ છે કે અલગ અલગ રિપોર્ટ આવતા વિશાલસિંગ ભૂષરીનું કેનેડા જવાનું અટકી પડ્યું છે. વિશાલસિંગ ભૂષરી સિવિલ એન્જીનીયરીંગની માસ્ટર ડિગ્રી માટે કેનેડા જવાનું હતું. જેની 14 જાન્યુઆરીની ફ્લાઇટ હતી. જે પહેલા તેને rtpcr રિપોર્ટ કરાવવો ફરજિયાત હોય છે. માટે વિશાલસિંગ ભૂષરીએ 12 જાન્યુઆરીએ સુપરાટેકમાં rtpcr કરાવ્યો. જેનો 13 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેથી તેનું કેનેડા જવું અટકી પડ્યું.

પણ તેને કોઈ લક્ષણો નહિ હોવાથી રિપોર્ટમાં શંકા ગઈ અને વિશાલસિંગ ભૂષરીએ 13 જાન્યુઆરી ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો. જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો. જે બાદ 15 જાન્યુઆરીએ ગ્રીન ક્રોસમાં રિપોર્ટ કરાવ્યો. જેમાં પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો. જેથી રિપોર્ટ સાચો કયો તેને લઈને વિશાલસિંગ અને તેનો પરિવાર અવઢવમાં મુકાયો. પણ તે પરિવાર માટે મોટી સમસ્યા એ હતી કે આ રિપોર્ટના કારણે વિશાલસિંગનું અભ્યાસ માટે કેનેડા જવું અટકી પડ્યું. જેથી તેના અભ્યાસ પર અસર પડી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અલગ અલગ રિપોર્ટ આવતા સમગ્ર મામલે ભોગ બનનારે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ કરી. જે મામલે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને આ પ્રકારની અન્ય પણ ફરિયાદ મળી હોવાનું સમિતિના પ્રમુખે જણાવ્યું. તો સમિતિએ જવાબદાર વિભાગને નોટિસ આપી ન્યાયની પણ માંગ કરી. તો તરફ રિપોર્ટના વિવાદથી કેનેડા નહિ જઈ શકતા વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પડતા વિદ્યાર્થી અને તેના પરિવારે આ પ્રકારની ઘટના અન્ય સાથે ન બને માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ યોગ્ય તપાસની માંગ કરી.

આ પણ વાંચો : વડોદરામાં વિવિધ સરકારી,અર્ધ સરકારી, પોલીસ કચેરીમાં ફેલાયું કોરોના સંક્રમણ

આ પણ વાંચો : 26 January: ગીર સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની થશે ઉજવણી, જાણો કોણ ક્યાં હાજર રહેશે

g clip-path="url(#clip0_868_265)">