26 January: ગીર સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની થશે ઉજવણી, જાણો કોણ ક્યાં હાજર રહેશે
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ગીર સોમનાથમાં ધ્વજ વંદન કરશે. રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના પ્રભારી જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં કરવામાં આવશે. જોકે કોરોનાના કેસ વધતા આ ઉજવણીમાં કોરોના (Corona‘) ની ગાઈડલાઈન (guideline) નું ચુસ્ત પાલન કરાશે.
2016માં પણ અહીં ઉજવણી થઈ હતી
આ અગાઉ વર્ષ 2016 માં રાજ્યના આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં ત્યારે ગીર સોમનાથમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી અને ત્રણ દિવસ સુધી સુશોભનો, લોકાર્પણો, પોલિસ શસ્ત્ર પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમોમાં રાજ્યનું મંત્રી મંડળ અને પ્રજાસત્તાક દિને શાનદાર ધ્વજવંદન દરેક કચેરીઓમાં રોશની વગેરે કરવામાં આવ્યાં હતાં. જોકે આ વખતે આવી કોઈ ઝાકમઝોળ હશે નહીં.
કયા મંત્રી કયા જિલ્લામાં
- રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં
- જીતુ વાઘાણી રાજકોટમાં
- ઋષિકેશ પટેલ અમદાવાદમાં
- પુરણેશ મોદી બનાસકાંઠામાં
- રાઘવજી પટેલ પોરબંદરમાં
- કનુભાઇ દેસાઇ સુરતમાં
- કિરીટસિંહ રાણા ભાવનગરમાં
- નરેશ પટેલ વલસાડમાં
- પ્રદીપ પરમાર વડોદરામાં
- અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલમાં
રાજયકક્ષાના મંત્રીઓ
- હર્ષ સંઘવી ગાંધીનગરમાં
- જગદીશ પંચાલ મહેસાણામાં
- બ્રિજેશ મેરજા જામનગરમાં
- જીતુ ચૌધરી નવસારીમાં
- મનીષા વકીલ ખેડામાં
- મુકેશ પટેલ તાપીમાં
- નિમિષાબેન સુથાર છોટાઉદેપુરમાં
- અરવિંદ રૈયાણી જૂનાગઢમાં
- કુબેર ડીંડોર સાબરકાંઠામાં
- કીર્તિસિંહ વાઘેલા કચ્છમાં
- ગજેન્દ્રસિંહ પરમાર ભરૂચમાં
- આરસી મકવાણા અમરેલીમાં
- વિનોદ મોરડીયા બોટાદમાં
- દેવા માલમ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરશે
આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો સિનિયર સિટીઝન માટે નવો અભિગમ, શરૂ કરાઇ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન
આ પણ વાંચોઃ વડોદરા : સોખડા હરિધામમાં યુવકને માર મારવાનો કેસ, 5 સંતો સહિત 7ની ધરપકડ બાદ તમામને મળ્યા જામીન