AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં વિવિધ સરકારી,અર્ધ સરકારી, પોલીસ કચેરીમાં ફેલાયું કોરોના સંક્રમણ

વડોદરામાં વિવિધ સરકારી,અર્ધ સરકારી, પોલીસ કચેરીમાં ફેલાયું કોરોના સંક્રમણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:48 PM
Share

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) સુનામી બનતા જ સરકાર એક્શનમાં આવી ગઇ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી. સાથે જ લોકોને કોરોના ગાઇડલાઇનનનું કડક પાલન કરવા અપીલ કરી છે.

વડોદરામાં (Vadodara)કોરોના (Corona) કેસમાં ઉછાળો આવ્યો છે. અને, હવે તો (Government employee)સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. જેમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સહિત 3 શિક્ષકો અને 9 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. જેમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ભારતી સનડિયા અને તેઓની પુત્રી કોરોના સંક્રમિત થયા છે. આ તમામને હોમ આઈસોલેટ કરાયા છે.

SBI બેંકમાં અત્યાર સુધી 25 કર્મચારી અધિકારી કોરોના સંક્રમિત થયા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ બે PSI સહિત 20 જેટલા પોલીસ કર્મીઓ કોરોના ગ્રસ્ત થયા છે. હાલ વડોદરા શહેર પોલીસમાં પણ 20 જેટલા પોલીસકર્મી અધિકારી કોરોનાગ્રસ્ત થયા છે.

આરોગ્યપ્રધાને કહ્યું કે “ગુજરાતમાં ત્રીજી લહેર પીક પર છે”

ગુજરાતમાં કોરોના ની ત્રીજી લહેર (third wave) સુનામી બનતા જ સરકાર એક્શનમાં આવી ગઇ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી. સાથે જ લોકોને કોરોના ગાઇડલાઇનનનું કડક પાલન કરવા અપીલ કરી છે.

કોવિડ અંગેના તજજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે ત્રીજી લહેર પીક તરફ જઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ એક લાખથી વધારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્યમાં હાલ સામે આવતા 80 ટકા કેસ ઓમિક્રૉનના છે. ઓમિક્રૉન વેરિઅન્ટ ભલે હળવો હોય પરંતુ હાઈબ્રિડ ઈમ્યુનિટીને પણ ગાંઠતો નથી. ઓમિક્રૉન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે. પરંતુ ફેફ્સાને ઓછું નુકસાન કરે છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી.

આ પણ વાંચો : રાજ્ય સરકારનો સિનિયર સિટીઝન માટે નવો અભિગમ, શરૂ કરાઇ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન

આ પણ વાંચો : વડોદરા : સોખડા હરિધામમાં યુવકને માર મારવાનો કેસ, 5 સંતો સહિત 7ની ધરપકડ બાદ તમામને મળ્યા જામીન

g clip-path="url(#clip0_868_265)">