Coronavirus in Delhi: દિલ્લીમાં વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા નવા 7,498 કેસ

દિલ્હીમાં સંક્રમણનો દર વધીને 10.59 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 70,804 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 11,164 દર્દીઓ સાજા થયા છે.

Coronavirus in Delhi: દિલ્લીમાં વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા નવા 7,498 કેસ
Slight increase in Coronavirus Cases in Delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 8:16 PM

દિલ્હીમાં (Delhi) ફરી એકવાર કોરોના વાયરસના (Coronavirus) કેસમાં ઉછાળો આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 26 જાન્યુઆરીએ 7,498 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 25 જાન્યુઆરીએ 6,028 નવા કેસ સામે આવ્યા હતા, જે લગભગ દોઢ હજાર વધુ છે. સંક્રમણ દર પણ 10.55 ટકાથી વધીને 10.59 થયો છે. જોકે મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. 26 જાન્યુઆરીએ 29 દર્દીઓના મોત થયા જ્યારે મંગળવારે 31 દર્દીઓના મોત થયા હતા.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 70,804 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 11,164 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ સક્રિય કેસ 38,315 છે, જેમાંથી 28,733 હોમ આઇસોલેશનમાં છે અને કોરોનાના 1887 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. દિલ્હીમાં કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 43,662 છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 25,710 લોકોના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 11.7 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,85,914 નવા કેસ નોંધાયા છે, જેનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 40,085,116 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2,99,073 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. અત્યાર સુધીમાં 3,73,70,971 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 93.23 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં, 665 મૃત્યુ નોંધાયા છે, જે પછી દેશમાં કુલ મૃત્યુઆંક 491,127 પર પહોંચી ગયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેરળમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે રાજ્યમાં કોવિડની સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55,475 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 70 લોકોના મોત થયા છે. કેરળમાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.  કેરળમાં કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 2,85,365 થઈ ગઈ છે. કોવિડ 19ની શરૂઆત પછી આ પ્રથમ વખત છે જ્યારે રાજ્યમાં નવા કેસની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. સોમવારે ફક્ત 26514 કેસ આવ્યા. જો કે, એવું માનવામાં આવે છે કે સપ્તાહના અંતે ઓછા નમૂનાઓને કારણે કેસમાં ઘટાડો થયો હતો.

આ પણ વાંચો –

Bhavnagar: 75 ટકા કિશોરોના રસીકરણ પછી હવે કોર્પોરેશન હાંફ્યુ, અન્ય 25 ટકા કિશોરોની રસી લેવામાં નિરસતા

આ પણ વાંચો –

Covid 19 Update: દેશમાં કોરોનાના કુલ કેસ 4 કરોડને પાર, ત્રીજી લહેરમાં 50 લાખથી વધુ લોકો થયા સંક્રમિત

આ પણ વાંચો –

Panchmahal: પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો, નિવાસસ્થાને સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા

g clip-path="url(#clip0_868_265)">