Covid 19 Update: દેશમાં કોરોનાના કુલ કેસ 4 કરોડને પાર, ત્રીજી લહેરમાં 50 લાખથી વધુ લોકો થયા સંક્રમિત
જણાવી દઈએ કે 22 જૂન 2021ના કુલ કેસના મામલે 3 કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બીજી લહેર ઓછી થઈ રહી હતી.
દેશમાં અત્યાર સુધી કોરોના (Corona Virus)ના કેસ 4 કરોડની પાર પહોંચી ચૂક્યા છે. દેશમાં ઓમિક્રોન (Omicron)ના કારણે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા 3 અઠવાડિયામાં માત્ર 50 લાખ નવા કેસ નોંધાયા છે. કોવિડ કેસના મામલે અમેરિકા બાદ દુનિયામાં ભારત બીજા નંબર પર છે. જણાવી દઈએ કે 22 જૂન 2021ના કુલ કેસના મામલે 3 કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બીજી લહેર ઓછી થઈ રહી હતી. તે લહેર દરમિયાન સૌથી ઝડપથી 1 કરોડ કેસ સામે આવ્યા, જ્યારે ગણતરી માત્ર 40 દિવસમાં 2 કરોડથી વધીને 3 કરોડ થઈ ગઈ.
ત્યારે દૈનિક મોતમાં એક દિવસમામં 27 ટકાનો વધારો થયો. મંગળવારે 571 લોકોના મોત થયા. દેશમાં મંગળવારે લગભગ 2.87 લાખ નવા કેસ સામે આવ્યા.
એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો
દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 22.3 લાખથી થોડી વધારે છે, જ્યારે છેલ્લા બે દિવસમાં 25,000થી ઓછી છે. દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 22,36,842 છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 1,62,92,09,308 છે. કોરોનાથી થયેલા મોતનો કુલ આંકડો 4,90,462 છે. ત્યારે રિક્વરીની કુલ સંખ્યા 3,70,71,898 છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો
ગુજરાતમાં 25 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 16,608 નવા કેસ નોંધાયા છે. તેમજ 28 લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં સૌથી વધુ 5,303 કેસ નોંધાયા અને 10 દર્દીના મોત થયા. વડોદરા શહેરમાં 3,041 કેસ અને 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના 1,376 નવા દર્દી મળ્યાં. સુરત શહેરમાં 1,004 કેસ અને 2 દર્દીનાં મૃત્યુ થયા તો સુરત જિલ્લામાં નવા 472 કોરોના કેસ સાથે 3 દર્દીનાં મોત થયા. જ્યારે જામનગર શહેરમાં 357 કેસ નોંધાયા અને 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. મહેસાણામાં 277 કેસ અને એક દર્દીનું નિધન થયું તો ભરૂચમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244 અને વલસાડમાં 238 કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દી સાજા થયા રાજ્યમાં 24 કલાકમાં 17,467 દર્દી સાજા થયા.