અમદાવાદમાં બાળકોનું કોરોના વેકસીનેશન પૂરજોશમાં, સપ્તાહમાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

અમદાવાદમાં બાળકોનું કોરોના વેકસીનેશન પૂરજોશમાં, સપ્તાહમાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:41 PM

અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે ડીઇઓ દ્વારા 700 શાળાના 1.80 લાખ વિદ્યાર્થીઓની યાદી અપાઈ હતી.

ગુજરાતમાં(Gujarat)બાળકોનું કોરોના વેક્સિનેશન(Children Vaccination)પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદ (Ahmedabad)શહેરની 700 સ્કૂલોમાં 90 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું હોવાનો દાવો કર્યો છે. આ અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે ડીઇઓ દ્વારા 700 શાળાના 1.80 લાખ વિદ્યાર્થીઓની યાદી અપાઈ હતી.જેમાંથી 1 લાખ 75 હજાર બાળકોને શાળામાં જઇ રસી આપવામાં આવી છે.તમામ સ્કૂલોમાં 90 ટકાથી વધુ વેકસીનેશન થયું છે.સાથે જ કહ્યું કે આગામી સપ્તાહમાં ટાર્ગેટ પૂરો કરવા કવાયત હાથ ધરાઇ છે.

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે

રસી લીધા પછી પણ બાળકોએ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જે રીતે કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તે મુજબ બેદરકારીને કોઈ અવકાશ નથી. બાળકોએ સમજવું પડશે કે રસી લેવાથી સંક્રમણનું જોખમ ઓછું જરૂર થઈ ગયું છે. એવું નથી કે રસી લીધા પછી તેમને ક્યારેય કોરોના થશે જ નહીં.

રસીકરણ પછી થતી સામાન્ય સમસ્યાઓ

વરિષ્ઠ બાળરોગ ચિકિત્સક ડૉ. પ્રદીપ કુમારનું કહેવું છે કે રસી લીધા પછી બાળકોને તાવ,  રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે. જો કે, બાળકમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે અને સતત ઉંચો તાવ રહે છે અથવા ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછો અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.

આ પણ વાંચો :  Ahmedabad : કોર્પોરેશન પરિસરમાં જ કોરોના નિયમોનો ભંગ, વિપક્ષ નેતાના પદગ્રહણમાં ભીડ ઉમટી

આ પણ વાંચો :  રાજકોટઃ વિકાસના કામો સમય મર્યાદામાં પૂરા થતા નથીઃ કુંવરજી બાવળિયા

Published on: Jan 17, 2022 05:30 PM
g clip-path="url(#clip0_868_265)">