VADODARA : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

VADODARA : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:14 PM

અંકલેશ્વરમાં રહેતો અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ ) ની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીની તબિયત લથડતા અત્રેની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જાપ્તા સાથે દાખલ કરાયો હતો.

વડોદરાની (Vadodara) સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી (accused) ફરાર થયો છે.પોલીસને ચકમો આપી હત્યાનો આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થયો છે.હાલ પોલીસી CCTVને આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.મહત્વનું છે કે અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં અનિલ ઉર્ફે માઇકલની ધરપકડ કરી હતી.પરંતુ આરોપીની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.જ્યાંથી ગઇકાલે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો.

અંકલેશ્વરમાં રહેતો અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ ) ની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીની તબિયત લથડતા અત્રેની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જાપ્તા સાથે દાખલ કરાયો હતો. મોડી રાત્રે મોકો મળતા પોલીસને ચકમો આપી હત્યાનો આરોપી ફરાર થઇ ગયો હતો. સારવાર દરમિયાન આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયાની જાણ જાપ્તાની પોલીસને થતાં તેમણે રાવપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી. રાવપુરા પોલીસે આ અંગેની જાણ અંકલેશ્વર પોલીસને કરી હતી.

આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતો હતો . 12 મી જાન્યુઆરીના રોજ આરોપીને બીમારી માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 16 તારીખે રાત્રે 8 વાગ્યાના સુમારે ચાર પોલીસ કર્મી સાથેના જાપ્તાને ચકમો આપી આરોપી ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશન પરિસરમાં જ કોરોના નિયમોનો ભંગ, વિપક્ષ નેતાના પદગ્રહણમાં ભીડ ઉમટી

આ પણ વાંચો : અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટ નારાજ, કહ્યું કાયદા અને નિયમો હોવા છતાં અમલ કરાતો નથી

Published on: Jan 17, 2022 05:11 PM
g clip-path="url(#clip0_868_265)">