નાકથી લેવાની કોરોનાની રસી 26 જાન્યુઆરીએ થશે લોન્ચ, આટલી હશે તેની કિંમત

TV9 GUJARATI

|

Updated on: Jan 22, 2023 | 8:14 AM

દેશની પ્રથમ નાકથી લેવાની રસી, Incovac પ્રજાસત્તાક દિવસે બજારમા મળતી થશે. આ માહિતી ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના ઈલાએ આપી હતી.

નાકથી લેવાની કોરોનાની રસી 26 જાન્યુઆરીએ થશે લોન્ચ, આટલી હશે તેની કિંમત
Nasal corona vaccine (symbolic image)
Image Credit source: Social Media

INCOVACC vaccine : દેશની પ્રથમ નાકની રસી INCOVAC પ્રજાસત્તાક દિવસે લોન્ચ થવા જઈ રહી છે. આ માહિતી ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના ઈલાએ આપી હતી. તેમણે શનિવારે ભોપાલમાં મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. ઇન્કોવાક એ ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ રસી છે. જે લોકોને કોરોના રોગચાળા સામે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવનાર છે. તાજેતરમાં જ, DGCA એ આ નાકની રસીના ઉપયોગને મંજૂરી આપી હતી.

26 જાન્યુઆરીએ થશે લોન્ચ

ભારત બાયોટેકની નાક દ્વારા લેવાની કોવિડ-19 રસી INCOVACC 26 જાન્યુઆરીએ લોન્ચ થવાની ધારણા છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ક્રિષ્ના એલાએ શનિવારે મધ્યપ્રદેશના ભોપાલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. એલાએ ભોપાલમાં મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું, “નાક દ્વારા લેવાની રસી સત્તાવાર રીતે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસના રોજ લોન્ચ કરવામાં આવશે.”

DGCA એ પ્રાથમિક બે-ડોઝ રેજીમેનને અનુસરીને INCOVACC ને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે. ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકએ ગયા વર્ષે ડિસેમ્બરમાં નાક દ્વારા લેવાની રસીની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, તેની નાકની રસી 2023ના જાન્યુઆરીના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ઈલાએ આ ઈવેન્ટમાં એમ પણ કહ્યું હતું કે, પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કિન ડિસીઝ માટેની સ્વદેશી રસી લમ્પી-પ્રોવિન્ડ, આવતા મહિને લોન્ચ થવાની શક્યતા છે.

કેટલી હશે કિંમત

INCOVACC કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખરીદી માટે ડોઝ દીઠ ₹325 અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ₹800નો ખર્ચ થશે. ભારત બાયોટેકે જણાવ્યું છે કે આ નાકની રસી કોરોના રસીના બે ડોઝ લીધા પછી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે. તે લોકોને 28 દિવસના અંતરાલમાં બે વાર આપવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati