AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ વેક્સિના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
Corona Vaccination (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:09 PM
Share

Corona vaccination : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya)રવિવારે જણાવ્યુ હતુ કે, દેશના 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ કોરોનાની વેક્સિનના (Corona Vaccine)  બંને ડોઝ લીધા છે. માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘સબકા સાથ સબકા પ્રયાસ’ના મંત્ર સાથે ભારતે તેની 75 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીના બંને ડોઝ આપ્યા છે. આપણે કોરોનાની લડાઈમાં વધુ મજબૂત બની રહ્યા છીએ.આપણે નિયમોનું પાલન કરવું પડશે અને શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી પડશે.

ઉપરાંત આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં 12.43 કરોડથી વધુ કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

તમને જણાવી દઈએ કે, દેશવ્યાપી કોવિડ 19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયુ હતુ. જ્યારે કોવિડ 19 રસીકરણનો બીજો તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો હતો. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના નવા તબક્કામાં કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી કરીને રાજ્યો અને કેન્દ્રોને મફતમાં સપ્લાય કરશે.

PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદીએ પણ ભારતની આ ઉપલબ્ધિ પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે, તમામ પુખ્ત વયના 75 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન. સાથે જ તેમણે કહ્યુ કે, રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે.

24 કલાકમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 દર્દીઓના મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે 3,52,784 લોકો કરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસોની (Active Case) સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ભારતની પ્રથમ કોરોના દર્દી તેના ‘સ્વપ્ન’ પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">