AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: દેશભરમાં આજે 68 લાખ લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સિન, કુલ કવરેજ 82 કરોડને પાર

આરોગ્ય મંત્રાલય અનુસાર મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 68,26,132 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 82,57,80,128 પર પહોંચી ગઈ છે.

Corona Vaccination: દેશભરમાં આજે 68 લાખ લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સિન, કુલ કવરેજ 82 કરોડને પાર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 11:56 PM
Share

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) આગાહીને જોતા રસીકરણ  અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં 82 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે 68 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ કોરોના રસીકરણનો કુલ આંકડો 82 કરોડને પાર કરી ગયો છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 68,26,132 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 82,57,80,128 પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના આંકડાંઓની વાત કરીએ તો ભારતમાં કોરોના સંક્રમણના 26,115 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,35,04,534 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 252 દર્દીઓના મૃત્યુ પછી કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 4,45,385 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3.09 લાખ થઈ ગયા છે.

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 34,469 લોકો ચેપથી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,27,49,574 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસોની સંખ્યા હાલમાં 3,09,575 છે, જે કુલ કેસોના 0.92 ટકા છે અને આ આંકડો 184 દિવસમાં સૌથી ઓછો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.85 ટકા છે, જે છેલ્લા 22 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જે 88 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે 97.75 ટકા પર પહોંચી ગયો છે, જે માર્ચ પછી સૌથી વધુ છે. તે જ સમયે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) કહ્યું કે ભારતમાં સોમવારે કોરોના વાઈરસ માટે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટીંગનો આંકડો 55,50,35,717 પર પહોંચી ગયો છે. રસીકરણના આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસ રસીના 96,46,778 ડોઝ લગાવવામાં આવ્યા છે, ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 81,85,13,827 થઈ ગયો છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજ્યપાલે મુંબઈ સાકીનાકા બળાત્કાર મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો એવો જવાબ કે દેશભરમાં થઈ ચર્ચા

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">