આરોગ્ય મંત્રાલયે આપી ચેતવણી, કોરોનાની ત્રીજી લહેર તરફ વિશ્વ, ભારતમાં આગામી 100-125 દિવસ કટોકટીના

Corona : દેશમાં સરેરાશ 40 હજાર કોરોનાના કેસ આવી રહ્યાં છે. 73 જિલ્લામાં રોજના 100ની આસપાસ કેસ આવી રહ્યાં છે.

  • Publish Date - 8:29 pm, Fri, 16 July 21 Edited By: Bipin Prajapati
આરોગ્ય મંત્રાલયે આપી ચેતવણી, કોરોનાની ત્રીજી લહેર તરફ વિશ્વ, ભારતમાં આગામી 100-125 દિવસ કટોકટીના
ભારતમાં આગામી 100-125 દિવસ અતિ મહત્વના છે

Third wave of Corona : કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલ (Luv Agarwal ) અને નીતિ આયોગના સભ્ય વી કે પોલે જણાવ્યુ કે, સમગ્ર વિશ્વ કોરોનાની ત્રીજી લહેર તરફ ઘકેલાઈ રહ્યું છે. ભારતમાં આગામી 100થી 125 દિવસ અતિ મહત્વના છે. લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં સરેરાશ 40 હજાર કોરોનાના કેસ આવી રહ્યાં છે. 73 જિલ્લામાં રોજના 100ની આસપાસ કેસ આવી રહ્યાં છે. પાછલા 25 દિવસમાં 3 ટકાથી ઓછા પોઝીટીવ કેસ સામે આવી રહ્યાં છે.

મ્યાનમાર, ઈન્ડોનેશિયા, બાગ્લાદેશ અને મલેશિયામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતના લોકોએ સમજવાની જરૂર છે કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોવિડ 19ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે. લહેર ત્રીજી પણ આવી શકે અને ચોથી પણ આવી શકે છે. પરંતુ તે કેટલી વ્યાપક પ્રમાણમાં રહેશે તે મહત્વનું રહે છે. કોરોનાની લહેરની વ્યાપકતા માત્ર કોવીડ19ની ગાઈડલાઈન અને રસી જ અટકાવી શકે છે.

વેક્સિનથી 95 ટકા જોખમ ઓછુ
એમણે કહ્યુ કે, ICMR મુજબ કોરોનાની રસીથી મૃત્યુનુ જોખમ 95 ટકા ઘટે છે. રસીના એક ડોઝથી 82 ટકા સુધી મૃત્યુદરનુ જોખમ ઘટે છે. તામિલનાડુ પોલીસ કર્મીઓ પર કરાયેલ એક સર્વેના આધારે આ દાવો કરાયો હતો. જેમાં 1 ફેબ્રુઆરીથી 14 મે સુધીમાં તામિલનાડુના પોલીસ કર્મચારીઓ પર અભ્યાસ કરાયો હતો.

તામિલનાડુમાં 67673 પોલીસ કર્મચારીઓએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા હતા. જ્યારે 32792 પોલીસ કર્મચારીઓએ રસીનો એક જ ડોઝ લીધો હતો. 17059 એવા હતા કે જેમણે રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. જેમાથી 31ના મૃત્યુ થયા હતા.

તેમણે કહ્યુ કે, અભ્યાસમાં સામે આવ્યુ છે કે, રસી લેનારાઓમાં 77 ટકાને હોસ્પિટલ જવુ નથી પડ્યુ. જ્યારે 95 ટકા એવા છે કે તેમને ઓક્સિજનની જરૂર નહોતી પડી. 94 ટકા એવા હતા કે તેમને આઈસીયુની જરૂર નથી પડી.

લવ અગ્રવાલે, કેરળ, મહારાષ્ટ્ર, આંઘ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ઓડીસાના મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાને વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા ઉપર ભાર મૂકવાની સલાહ આપી હતી.

વી કે પોલે કહ્યુ કે, કોરોનાને લઈને ભારતમાં આગામી 100થી 125 દિવસ અતિ મહત્વના માનવામાં આવી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) ના આંકડા અનુસાર વિશ્વ કોરોનાની ત્રીજ લહેર તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને કહ્યુ કે, આને એક ચેતવણી સમાન લેવી જોઈએ. WHO ચેતવણી વૈશ્વિક છે. આપણે તેને સમજવી પડશે. કોરોનાનો સામોન કરવા માટે આપણી પાસે જે કોઈ સાધનો છે તે આપણે અપનાવવા પડશે. હજુ દેશમાં હર્ડ ઈમ્યુનિટી નથી. સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ તે બેદરકારીથી બગડી પણ શકે છે.