AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કોહરામ : કોરોના કેસમાં મોટો ઉછાળો, આટલા પોલીસકર્મીઓ સંક્રમિત થતા તંત્રની વધી ચિંતા

રાજ્યમાં પોલીસકર્મીઓ(Maharashtra Police)  પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.બુધવારે વધુ 264 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2145  પર પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કોહરામ : કોરોના કેસમાં મોટો ઉછાળો, આટલા પોલીસકર્મીઓ સંક્રમિત થતા તંત્રની વધી ચિંતા
264 policemen infected from covid 19 in maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 12:32 PM
Share

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Case in Maharashtra) કેસમાં ચાર દિવસ બાદ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. બુધવારે મુંબઈ શહેરમાં 16,420 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે પોઝિટિવિટી રેટ પણ 18.7 ટકાથી વધીને બુધવારે 24.3 ટકા થઈ ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં પણ નવા કેસોમાં 35.7 ટકાનો વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમા રાજ્યમાં 46,723 કેસ નોંધાયા હતા.

પોલીસ કર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ

ઉપરાંત રાજ્યમાં પોલીસ કર્મીઓ(Maharashtra Police)  પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.બુધવારે વધુ 264 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2145  પર પહોંચી ગઈ છે. તમને જણાવવુ રહ્યુ કે, અત્યાર સુધીમાં માત્ર મુંબઈના જ 126 પોલીસ જવાનોના કોરોનાને કારણે મોત થયા છે.

ત્રીજી લહેરના એંધાણ

બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં મંગળવારે કોરોનાથી 22 લોકોના મોત થયા હતા.જ્યારે બુધવારે આ સંખ્યા વધીને આંકડો 32 પર પહોંચી ગયો હતો. CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ વધારો નોંધાઈ શકે છે. હાલ રાજ્યમાં ધીમે ધીમે મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ પણ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓક્સિજનના વપરાશમાં પ્રતિદિન 400 મેટ્રિક ટનનો વધારો થયો છે, આ સાથે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી રહી છે.

બીજી તરફ રાજ્યમાં વેક્સિનની અછત

વેક્સિનની અછતે વધારી રાજ્ય સરકારની ચિંતા

વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે.કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યુ હતું કે, બાળકો માટે રસીકરણ, બૂસ્ટર ડોઝ અને ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓના રસીકરણને કારણે રાજ્યમાં રસીની અછત વર્તાઈ રહી છે. અમે કેન્દ્ર સરકાર પાસે 50 લાખ કોવશિલ્ડ અને 40 લાખ કોવેક્સીન ડોઝ માગ્યા છે.

આ પણ વાંચો : Maharashtra : મુંબઈના મેયરનો દાવો છે કે, અત્યાર સુધીમાં 94 ટકા મૃત્યુ રસી ન હોવાના કારણે થયા છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">