દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ, 49 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 143000ને પાર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) સંક્રમણના 20,528 નવા કેસ નોંધાયા છે. જ્યારે 49 લોકોના મોત થયા છે આ જાણકારી સ્વાસ્થય મંત્રાલયે એક રિપોર્ટમાં આપી છે

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ, 49 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 143000ને પાર
India reports 20528 new cases 49 deaths in last 24 hoursImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:35 PM

Corona : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 દર્દીના મોત થયા છે આ જાણકારી સ્વાસ્થય મંત્રાલયે એક રિપોર્ટમાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે,સક્રિય કેસની સંખ્યા વધીને 143,449 થઈ ગઈ છે, સ્વાસ્થ મંત્રાલય મુજબ રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યારસુધીમાં 199.98 કરોડ વેક્સિન (Vaccine)ના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે, ભારતમાં કોરોના વાયરસ (Corona virus)ના કેસ 7 ઓગસ્ટ 2020 20 લાખ 23 ઓગસ્ટના રોજ 30 લાખે, 5 સપ્ટેમ્બરના 40 લાખ પાર કર્યા હતા. આ આંક઼ડો 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો વટાવી ગયો હતો.

ભારતે શનિવારે વિશ્વના તમામ દેશોને પછાડીને રેકોર્ડ બનાવ્યો

દેશમાં કોરોના વાયરસ સંક્રમના 4 મેના રોજ 2 કરોડ છેલ્લા વર્ષ 23 જૂનના રોજ 3 કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીના રોજ 4 કરોડને આંકડો પાર થયો છે, સ્વાસ્થય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેનિક પોઝિટિવિટી રેટ 5.23 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ દર 4.55 ટકા નોંધાયો છે.ભારતમાં જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. રસીકરણની આ યાત્રામાં ભારતે શનિવારે વિશ્વના તમામ દેશોને પછાડીને રેકોર્ડ બનાવ્યો છે. જેમાં શનિવારે ભારતની અંદર કોરોનાની 200 મિલિયનમી રસી આપવામાં આવી છે.

બૂસ્ટર ડોઝ શરૂ થયો

ભારત સરકારે 18 થી 59 વર્ષની વયજૂથના લોકોને કોરોનાનો ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલા બૂસ્ટર ડોઝ રસીકરણ અભિયાન હેઠળ શુક્રવારે લગભગ 13.3 લાખ લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. હકીકતમાં, કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ હેઠળ, સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ રસીના ડોઝ મફત આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં 16 જુલાઇના રોજ કોરોનાના નવા 777 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જયારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 4632એ પહોંચ્યો છે.કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">