Gujarat : કોરોનાના કેસમાં આંશિક વધારો, એક્ટિવ કેસોની સંખ્યા વધી, મૃત્યુઆંક શુન્ય

રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 6:58 AM

ગુજરાતમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો, એક્ટિવ કેસોની સંખ્યા વધી

રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદમાં 9 કેસ નોંધાયા. તો વડોદરા અને સુરતમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 2 અને ભાવનગર, ગીરસોમનાથમાં 1-1 કેસ નોંધાયો. રાજ્યના કુલ 28 જિલ્લા અને 4 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. તો લાંબા સમયબાદ રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 152 થયા છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ વધીને 7 થઇ છે.

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 6 લાખ 1હજાર લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 76 હજાર 644 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે અમદાવાદમાં 66 હજાર 857 લોકોએ રસી મુકાવી. આ તરફ વડોદરામાં 24 હજાર 829 અને રાજકોટમાં 24 હજાર 368 લોકોએ રસીકરણ કરાવ્યું. રાજ્યમાં કુલ 4 કરોડ 97 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

દેશમાં કોરોનાની સ્થિતિ, કેરળમાં ચિંતાજનક સ્થિતિ

દેશમાં નોંધાતા દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના 30 હજાર 164 કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 4.41 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. એક દિવસમાં 42 હજાર 946 લોકો સાજા થયા છે. દેશમાં હજુ પણ 3.85 લાખથી વધુ કેસ સક્રિય છે. દેશમાં કેરળની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે અહીં છેલ્લા 24 કલાકમાં 19 હજાર 688 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 135 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો : અજબ – ગજબ ! શું તમે જાણો છો વિશ્વની એવી જગ્યાઓ વિશે જ્યા સુર્યાસ્ત થતો જ નથી !

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">