AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા, એક લાખથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

યુએસમાં 10(Coronavirus in US) લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે દૈનિક કેસોના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

અમેરિકામાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા, એક લાખથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ
Covid-19 Spreading Faster Than Ever, 10 Lakh Cases In US (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 12:36 PM
Share

Coronavirus in US : અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના (Corona)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગ (Bloomberg)ના રિપોર્ટ અનુસાર સોમવારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા છે. અગાઉના એક દિવસનો રેકોર્ડ લગભગ 5,91,000 કોરોના કેસ હતો.

1,03,000 થી વધુ લોકો COVID-19 ને કારણે હોસ્પિટલમાં દાખલ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ (U.S. Department of Health and Human Services)ના તાજેતરના આંકડાઓ અનુસાર, હાલમાં 1,03,000 થી વધુ લોકો COVID-19 ને કારણે હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા ચાર મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવાની આ સૌથી વધુ સંખ્યા છે.યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US Food and Drug Administration)એ સોમવારે જાહેરાત કરી હતી કે, તેણે 12 થી 15 વર્ષની વયના કિશોરોને Pfizer-BioNTech બૂસ્ટર રસી(Booster vaccine)લગાવવા માટે ઈમરજન્સી યૂઝ ઓર્થોરાઈઝેશન (EUA) જાહેર કર્યું છે.

દરરોજ સરેરાશ 3,20,000 નવા કેસ નોંધ્યા 

આના દ્વારા તેઓ કોરોના સામે રક્ષણ મેળવી શકશે. છેલ્લા સાત દિવસના સમયગાળામાં ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)ના વધતા વ્યાપ વચ્ચે દરરોજ સરેરાશ 3,20,000 નવા કેસ નોંધ્યા છે. આ રીતે, એક અઠવાડિયામાં 21 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

ઓમિક્રોન એ ચિંતાનો પ્રકાર જાહેર કર્યો

કોરોના વાયરસનો ઝડપથી ફેલાતો ઓમિક્રોન પ્રકાર સૌપ્રથમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. વેરિઅન્ટના વધુ મ્યુટેશનને ધ્યાનમાં રાખીને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કર્યું. આફ્રિકા પર મુસાફરી પ્રતિબંધો હોવા છતાં, આ પ્રકારે યુરોપ, એશિયા અને અમેરિકા સહિતના ઘણા દેશોમાં દસ્તક આપી છે. વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, (Omicron Variant)નો ફેલાવો થવાની સંભાવના વધુ છે, પરંતુ તેના લક્ષણો હળવા છે. જો કે, આ પછી પણ ખતરો યથાવત છે અને લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

યુએસ કોવિડ-19 કેસોમાં વિસ્ફોટને પગલે, સોમવારે દેશભરની કેટલીક શાળાઓએ રજાનો સમયગાળો લંબાવ્યો તેમજ શિક્ષણ ઑનલાઇન મોડ પર પાછું ફર્યું છે.

આ પણ વાંચો : Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી

g clip-path="url(#clip0_868_265)">