AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 home isolation guidelines: જાણો હોમ આઇસોલેશન માટેના શું છે નવા નિયમો

નવી માર્ગદર્શિકા અનુસાર હોમ આઇસોલેશન દર્દીઓને ઓછામાં ઓછા સાત દિવસમાં રજા આપી દેવામાં આવશે. આ માટે રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી છે. સાથે જ સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવ્યા પછી હોમ આઈસોલેશનનો સમયગાળો સમાપ્ત થઈ જશે.

COVID-19 home isolation guidelines: જાણો હોમ આઇસોલેશન માટેના શું છે નવા નિયમો
COVID-19 home isolation guidelines
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 4:08 PM
Share

કોરોના (Corona case) ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) હળવા એટલે કે એસિમ્પટમેટિક (Asymptomatic) કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, હોમ આઇસોલેશનના દર્દીઓને ઓછામાં ઓછા સાત દિવસમાં રજા આપવામાં આવશે. સંક્રમિત દર્દીને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવ્યા પછી હોમ આઈસોલેશન (Home isolation)નો સમયગાળો સમાપ્ત થઈ જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

હોમ આઇસોલેશનની નવી માર્ગદર્શિકાને અસરકારક રીતે લાગુ કરવા માટે, કેન્દ્રએ રાજ્યોને કંટ્રોલ રૂમને વ્યવસ્થિત રાખવા જણાવ્યું છે. કંટ્રોલ રૂમનું કામ એ હશે કે હોમ આઇસોલેશનમાં એકલા રહેતા દર્દીની તબિયત બગડે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરે. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ, ટેસ્ટિંગથી લઈને હોસ્પિટલના બેડ સરળતાથી મળી રહે તે જોવાનું કામ કંટ્રોલ રૂમનું હશે. તમને જણાવીએ કે હોમ આઈસોલેશનના નવા નિયમો શું છે?

જાણો શું છે હોમ આઇસોલેશનના નવા નિયમો ?

1. હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે, તેમના માટે યોગ્ય વેન્ટિલેશન હોવું જરૂરી છે. 2. વૃદ્ધ દર્દીઓને ડૉક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવશે. 3. કોરોના દર્દીઓએ ટ્રિપલ લેયર માસ્ક પહેરવા પડશે. 4. સંક્રમિત દર્દીએ વધુને વધુ પ્રવાહી ખોરાક લેવો પડશે. 5. માત્ર એસિમ્પટમેટિક અને હળવા-લાક્ષણિક દર્દીઓ જેમની ઓક્સિજન સેચુરેશન 93 ટકાથી ઓછુ હશે તેમને હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે. 6. જે દર્દીઓ એચઆઈવી સંક્રમિત છે અથવા જેમણે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અથવા કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ બાદ જ હોમ આઈસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે. 7. હળવા અને એસિમ્પટમેટિક દર્દીઓએ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવાનું રહેશે. 8. કંટ્રોલ રૂમ જરૂર પડ્યે તેમને સમયસર ટેસ્ટિંગ અને હોસ્પિટલના બેડ ઉપલબ્ધ કરાવી શકશે. 9. દર્દીને સ્ટેરોઇડ્સ લેવાની મનાઈ છે. 10. સીટી સ્કેન અને છાતીનો એક્સ-રે ડૉક્ટરની સલાહ વિના કરવામાં આવશે નહીં.

આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો

ત્રણ દિવસ સુધી જો સતત તાવ 100 ડિગ્રી ફેરનહીટથી વધી જાય. જો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે. શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટીને 93 ટકાથી ઓછું થઇ જાય. શ્વાસનો દર પ્રતિ મિનિટ 24 હોય. છાતીમાં સતત દુખાવો અથવા દબાણ અનુભવાય તીવ્ર થાક અને શરીરમાં દુખાવો થાય

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર : MNS ચીફ રાજ ઠાકરેનો સ્ટાફ થયો કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 26 મોટા નેતા કોરોનાની ઝપેટમાં

આ પણ વાંચોઃ Omicron: ‘ગભરાવવાની જરૂર નથી, સાવચેત રહો ‘ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા છે માત્ર હળવા લક્ષણો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">