Omicron: ‘ગભરાવવાની જરૂર નથી, સાવચેત રહો ‘ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા છે માત્ર હળવા લક્ષણો

દેશમાં સૌથી વધુ ઓમિક્રોનથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Omicron Cases in Mahrashtra) છે. અહીં મંગળવારે વધુ 75 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થતા હાલ તંત્રની ચિંતા પણ વધી છે.

Omicron: 'ગભરાવવાની જરૂર નથી, સાવચેત રહો ' ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા છે માત્ર હળવા લક્ષણો
Increase Omicron Case in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 12:04 PM

Maharashtra : કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) સમગ્ર દેશમાં દહેશત જોવા મળી રહી છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે, રાજ્યના આરોગ્ય વિભાગનું (Health Department) કહેવું છે કે સોમવાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 578 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત 578 લોકોમાંથી 436માં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, જ્યારે 133માં હળવા લક્ષણો હતા.

તમને જણાવવુ રહ્યુ કે,દેશમાં સૌથી વધુ ઓમિક્રોનથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Omicron Cases in Mahrashtra) છે. અહીં મંગળવારે વધુ 75 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ હતી, જેનાથી હાલ તંત્રની ચિંતા પણ વધી છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનુ કહેવુ છે કે, આ વેરિઅન્ટથી ગભરાવવાની જરૂર નથી,પરંતુ સાવચેત રહેવાની જરૂર છે, હાલ આ વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધીમાં હળવા લક્ષણો જ જોવા મળ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના (Corona Case) 18,466 નવા કેસ સાથે કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 67,30,494 થઈ ગઈ છે જ્યારે વધુ 20 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 1,41,573 પર પહોંચી ગયો છે.સોમવારની સરખામણીમાં ચેપના નવા કેસોમાં 52 ટકાનો વધારો નોંધાયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ  ઓમિક્રોનના 75 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસોમાં માત્ર રાજધાની મુંબઈમાંથી જ 40 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં હાલ ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે.ઉલ્લેખનીય છે કે, વધતા સંક્રમણને પગલે રાજ્યોમાં નિયમો પણ કડક કરવામાં આવ્યા છે.રાજ્યમાં મુંબઈ અને થાણે શહેરમાં વધતા સંક્રમણને કારણે શાળાઓ પણ બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનને લગતા મોટા સમાચાર, લોકડાઉનના સમાચારો વચ્ચે BMC એ સામાન્ય મુસાફરોનું ટેન્શન કર્યુ દુર

g clip-path="url(#clip0_868_265)">