ચીનમાં કોરોનાથી હાહાકાર : શાંઘાઈમાં લોકડાઉન છતાં કોરોના કેસમાં વધારો, ‘ઝીરો કોવિડ પોલિસી’ ડ્રેગનને આપી શકે છે મોટો ઝટકો
ચીનની (China) આર્થિક રાજધાની અને સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈમાં કોરોના (Corona) સતત વધી રહ્યો છે. 17 એપ્રિલે શાંઘાઈમાં કોરોનાના 19,831 કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે 21,582 કેસ નોંધાયા હતા.
ચીનમાં (China) કોરોના સતત તબાહી મચાવી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં કોરોનાના કેસ (Corona Virus) સામે આવ્યા બાદ ઘણી જગ્યાએ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાંઘાઈ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, 28 માર્ચે ચીનના સૌથી મોટા શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપને નિયંત્રિત કરવા માટે બે તબક્કામાં લોકડાઉન લાદવામાં આવ્યુ. ચીનની આર્થિક રાજધાની અને સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈમાં (Shangai) કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે.
17 એપ્રિલે શાંઘાઈમાં કોરોનાના 19,831 કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે 21,582 કેસ નોંધાયા હતા. જો કે આ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. તમને જણાવી દઈએ કે, કોરોનાના લક્ષણોવાળા 2,417 નવા દર્દીઓ મળી આવ્યા છે. જો કે, શનિવારે આવા 3,238 કેસ મળી આવ્યા હતા.
આ દેશોમાં પણ કોરોનાનો ખતરો
ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીમાં દરરોજ કોરોના કેસ સતત વધી રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં પણ (America) ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મોટાભાગનાં રાજ્યોમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, દક્ષિણ કોરિયામાં કોરોનાના સતત ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આવતા સપ્તાહથી માસ્ક સિવાયના તમામ કોરોનાવાયરસ પ્રતિબંધો નાબૂદ કરવામાં આવશે.
ઝીરો કોવિડ પોલિસી ચીનને આપી શકે છે મોટો ઝટકો
વિશ્લેષકોનું કહેવું છે કે, ચીનની ઝીરો-કોવિડ પોલિસીથી જીડીપીના લક્ષ્યાંકને પૂરો કરવો શક્ય નથી. પ્રતિબંધોને કારણે સપ્લાય ચેન પણ અટવાઈ છે.વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ 2022 માટે દાયકાઓમાં તેનું સૌથી નીચું વાર્ષિક GDP લક્ષ્ય નક્કી કર્યું છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે 5.5 ટકા વૃદ્ધિનો આંકડો હાંસલ કરવો મુશ્કેલ બનશે કારણ કે દેશના મોટા શહેરોમાં ઉત્પાદનને અસર થઈ છે.
કંપનીઓને ઘરેથી કામ કરવાની સૂચનાઓ
ચીનના ઉત્તર-પશ્ચિમ શહેર ઝિયાનમાં આ મહિનાથી કોરોનાના વધતા જતા કેસોને જોતા સ્થાનિક વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું કે લોકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ સિવાય કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા કરે અથવા તો તેમણે કાર્યસ્થળ પર જ તેમના રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Delhi COVID-19 Update: દિલ્હીમાં ફરી કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં 517 નવા સંક્રમિત, 1518 એક્ટિવ કેસ