દગાખોર ચીનની ચાલબાજી LAC પાસે ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા, સ્થાનિક કાઉન્સિલરે શેર કર્યા ફોટા

China Mobile Towers LAC: ચીન વિશે એવા સમાચાર આવ્યા છે કે તેણે LAC ની નજીક ત્રણ મોબાઇલ ટાવર લગાવ્યા છે. આની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે સ્થાનિક કાઉન્સિલરે શેર કરી છે.

દગાખોર ચીનની ચાલબાજી LAC પાસે ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા, સ્થાનિક કાઉન્સિલરે શેર કર્યા ફોટા
China installed mobile towers near LAC
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Apr 17, 2022 | 10:23 AM

ચીનની (China) વધુ એક મોટી ચાલબાજીનો પર્દાફાશ થયો છે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ત્રણ મોબાઈલ ટાવર ઊભા કર્યા છે. LACના આગળના વિસ્તારમાં ચીનના કબજા હેઠળના વિસ્તારમાં ત્રણ નવા મોબાઈલ ટાવર (Mobile tower) લગાવવામાં આવી રહ્યા હોવાની તસવીરો સામે આવી છે. આ તસવીરો લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, લેહના ચુગુલના કાઉન્સિલર કોંચોક સ્ટેનઝિને શેર કરી છે. મળતી માહિતી મુજબ, ચીને પેંગોંગ લેક પર બ્રિજનું કામ પૂરું કર્યા પછી આ ત્રણ ટાવર હોટ સ્પ્રિંગ વિસ્તારમાં લગાવ્યા છે. આ સ્થળ ભારતની ખૂબ નજીક છે.

ચુશુલ વિર્નાચન વિસ્તાર LAC ને અડીને આવેલો છે, જ્યાં ચીન જે કોઈ પણ કાર્યવાહી કરે છે તે સ્થાનિક ગ્રામજનોને દેખાય છે. તસવીરો શેર કરતી વખતે કોનચોક સ્ટેનજિને ટ્વિટર પર લખ્યું કે, ‘પેંગોંગ લેક પર પુલ બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, ચીને ભારતીય ક્ષેત્રની ખૂબ નજીક ચાઈનીઝ હોટ સ્પ્રિંગ પાસે ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા છે. શું આ ચિંતાનું કારણ નથી ? જે ગામડાઓમાં લોકો રહે છે ત્યાં અમારી પાસે 4Gની સુવિધા પણ નથી. મારા મતવિસ્તારના 11 ગામોમાં 4G સુવિધા નથી.

ગામ વસાવવાના સમાચાર આવ્યા

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ચીને ભારતીય સરહદની નજીક 624 ગામો વસાવી લીધા છે, જેનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ચીને વર્ષ 2017માં આ લશ્કરી ગામોનું નિર્માણ શરૂ કર્યું હતું. જેનો આદેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યો હતો. ચીની સરકારે તેના દસ્તાવેજોમાં ખુલાસો કર્યો હતો કે કુલ 624 ગામો બનાવવામાં આવશે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાનીને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેણે ચીનની સરકારી વેબસાઈટ Tibet.comને કહ્યું છે કે ચીની સરકારે 2021માં ગામ બનાવવાનું કામ પૂર્ણ કરી લીધું છે.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીની ચિઠ્ઠીનો આપ્યો જવાબ, જાણો શું કહ્યું શરીફે ?

યુક્રેનનો મોટો દાવો : નબળુ પડી રહ્યું છે રશિયા ! યુદ્ધમાં 20 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, 146 હેલિકોપ્ટર નાશ પામ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati