Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે

Rahul Gandhi: રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, 'મોદીજી ન તો સાચું બોલે છે, ન તો બોલવા દે છે. તેઓ હજુ પણ જૂઠું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડના સમયગાળા દરમિયાન સરકારની બેદરકારીને કારણે 5 લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે.

કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે
PM Modi and Rahul Gandhi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 1:54 PM

ભારતમાં કોરોના વાઈરસ રોગને કારણે થયેલા મૃત્યુનું મૂલ્યાંકન કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Ministry of Health and Family Welfare) ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખના જવાબમાં આ વાંધો ઉઠાવ્યો છે, જેમાં લખવામાં આવ્યું હતું કે ભારત WHOના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે, જેથી કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા જાહેર ન થાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આ લેખને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે, સાથે જ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘મોદીજી ન તો સાચું બોલે છે, ન તો બોલવા દે છે. તેઓ હજુ પણ જૂઠું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડના સમયગાળા દરમિયાન સરકારની બેદરકારીને કારણે 5 લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. મોદીજી તમારી ફરજ બજાવો, દરેક પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપો.

19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ

સ્વાસ્થ્ય મંત્રાલયે WHOને શું કહ્યું?

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત જેવા મોટા દેશ અને નાની વસ્તી ધરાવતા અન્ય દેશો માટે ભૂગોળ અને વસ્તીના સંદર્ભમાં કોવિડ મૃત્યુ દરની ગણતરી કરવા માટે સમાન ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાતો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે WHOના અંદાજો દર્શાવે છે કે ભારતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ઓછામાં ઓછો 40 લાખ છે, જે સત્તાવાર સંખ્યા કરતા લગભગ આઠ ગણો છે.

ભારતે WHOના મોડલમાં ખામીઓ દર્શાવી

આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ભારતનો મૂળ વાંધો પરિણામ પર નથી, પરંતુ તેના માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે છે અને છ પત્રો અને વર્ચ્યુઅલ મીટિંગ્સ સહિત શ્રેણીબદ્ધ ઔપચારિક સંદેશાવ્યવહાર દ્વારા પદ્ધતિ વિશે તેમની ચિંતાઓ શેયર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અન્ય સભ્ય દેશો – ચીન, ઈરાન, બાંગ્લાદેશ, સીરિયા, ઈથોપિયા અને ઈજિપ્ત સાથે ભારત દ્વારા ડેટાની અનૌપચારિક ઉપયોગની પદ્ધતિ અને ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: કોંગ્રેસથી નારાજગીની વાતો વચ્ચે હાર્દિક પટેલને દિલ્લીનું તેડૂ, દિલ્લીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણો કરે તેવી શક્યતા

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
g clip-path="url(#clip0_868_265)">