Corona Updates: કોરોનાના નવા કેસમાં ક્રમશ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
જો આપણે કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,84,66,86,260 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
Corona Updates: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Covid-19) ના 1,096 નવા કેસ નોંધાયા છે અને 1,447 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે કોરોનાને કારણે 81 લોકોના મોત થયા છે.નવા આંકડા સાથે કોરોનાના કુલ 4,30,28,131 કેસ નોંધાયા છે. તેમજ મૃત્યુનો કુલ આંકડો 5,21,345 પર પહોંચી ગયો છે. દેશમાં 13,013 સક્રિય કેસ (Active Case In India)છે અને કુલ 4,24,93,773 રિકવર થયા છે. જો આપણે કોરોના રસીકરણની (Corona Vaccination) વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,84,66,86,260 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
184 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 184 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે 12 લાખ 75 હજાર 495 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 184 કરોડ 66 લાખ 86 હજાર 260 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 કરોડ થી વધુ નિવારક રસીઓ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. શનિવારે કોરોનાના 1,260 નવા કેસ નોંધાયા હતા, 1,404 લોકોને રજા આપવામાં આવી હતી અને 83 લોકો મૃત્યુ પામ્યા હતા.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 1,096 नए मामले सामने आए, 1,447 लोग डिस्चार्ज हुए और 81 लोगों की कोरोना से मौत हुई।
कुल मामले: 4,30,28,131 सक्रिय मामले: 13,013 कुल रिकवरी: 4,24,93,773 कुल मौतें: 5,21,345 कुल वैक्सीनेशन: 1,84,66,86,260 pic.twitter.com/OsRzC51Mkr
— ANI_HindiNews (@AHindinews) April 3, 2022
માસ્ક પહેરવા વિશે ચર્ચા
કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન માસ્ક પહેરવા પર ઈન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી, દિલ્હીના ડિરેક્ટરે ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું, “જ્યારે ચેપનો દર ઓછો હોય, ત્યારે માસ્ક પહેરવાનો કોઈ અર્થ નથી. માસ્કથી દૂર રહેવાનો આ યોગ્ય સમય છે. ” જો કે, તેમણે બંધ સ્થળોએ માસ્ક પહેરવા જરૂરી બતાવ્યુ છે.સાથે તેમણે જણાવ્યું કે, ખાસ કરીને વૃદ્ધો અને બીમાર લોકો જેઓ ચેપનું જોખમ વધારે છે.
આ પણ વાંચો : Corona Vaccine: WHOએ કોવેક્સિનના સપ્લાય પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ ?
આ પણ વાંચો : કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન