Breaking News : કોરોનાનું સંકટ ફરી વધ્યું, કેરળમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા
ભારતમાં કેટલાક રાજ્યોમાં ફરીથી કોવિડ-19ના કેસ વધતા જોવા મળ્યા છે, જેને લઈને થોડી ચિંતા ફેલાઈ છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં 752 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ આંકડો ધીરે ધીરે વધીને '1,000'ને પાર થઈ ગયો છે.

ભારતમાં કેટલાક રાજ્યોમાં ફરીથી કોવિડ-19ના કેસ વધતા જોવા મળ્યા છે, જેને લઈને થોડી ચિંતા ફેલાઈ છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં 752 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ આંકડો ધીરે ધીરે વધીને ‘1,000’ને પાર થઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ નવા ચેપ નોંધાયા છે.
કેસમાં વધારો જોતા કેન્દ્રીય આરોગ્ય સચિવે 24 મેના રોજ મહત્વની મિટિંગ કરી હતી. આ મીટિંગમાં DHR, ICMR, DGHS અને NCDC જેવા તબીબી વિભાગોના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
INSACOG રિપોર્ટ
INSACOG (ભારતીય SARS-Cov-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ) મુજબ, દેશમાં NB.1.8.1 નામના નવા વેરિઅન્ટનો એક કેસ અને LF.7 નામના ચાર કેસ નોંધાયા છે. એપ્રિલમાં તમિલનાડુમાં NB.1.8.1નો એક કેસ જોવા મળ્યો હતો, જ્યારે મેમાં ગુજરાતમાં LF.7ના ચાર કેસ નોંધાયા છે.
INSACOG ભારતની લેબોરેટરીનું નેટવર્ક છે, તે કોરોનાના નવા વેરિઅન્ટમાં થતા ફેરફારો પર ધ્યાન રાખી રહી છે અને તેના પર અભ્યાસ કરી રહી છે. 19 થી 26 મે વચ્ચે કેરળમાં 430 નવા કેસ નોંધાયા છે. 19 મે સુધી આ રાજ્યમાં માત્ર 95 કેસ હતાં. મહારાષ્ટ્રમાં પણ કેસો ઝડપથી વધ્યા છે. 19 મે સુધી 56 કેસ હતાં, જે હવે વધીને 209 થઈ ગયા છે.
કોવિડ-19ના એક્ટિવ કેસ
જણાવી દઈએ કે, હાલની કોવિડ સ્થિતિ મુજબ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં કુલ એક્ટિવ કેસ 430 છે, જ્યારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં અનુક્રમે 153 અને 99 નવા કેસ નોંધાયા છે. જો કે, સોમવારે (26 મે) સવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ-19ના એક્ટિવ કેસ અનુક્રમે 209 અને 104 થઈ ગયા છે. ટૂંકમાં જોઈએ તો, કોવિડના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.
