કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે – NTAGI
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.
દેશમાં 16 માર્ચથી 12 થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના વાયરસની (Corona Virus) રસી આપવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણની (Vaccination) શરૂઆત પહેલા, કોવિડ વર્કિંગ ગ્રૂપ અને નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, અમે 12-14 વર્ષના બાળકો સુધી રસીકરણનો વિસ્તાર કર્યો છે. ચીન અને સિંગાપોરમાં કેસ વધી રહ્યા છે. કોઈપણ બેદરકારી ખતરનાક બની શકે છે, જો કે મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે.
We’ve expanded vaccination for 12-14 years old children, because of them being at high risk. Cases are rising in China, Singapore. Any complacency can be dangerous though most of the adult population has been vaccinated: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/tACl9S2umy
— ANI (@ANI) March 15, 2022
7.11 કરોડ બાળકોને રસી અપાશે
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ 16 માર્ચે 12 થી 14 વર્ષની વય જૂથો એટલે કે, વર્ષ 2008, 2009 અને 2010માં જન્મેલા બાળકો, જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે, તેઓને કોવિડ 19 રસીકરણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. નવા વયજૂથ હેઠળ આશરે 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. દેશમાં રસીકરણ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. સરકારે કહ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે. જૂન મહિનામાં દેશમાં ચોથી લહેર આવવાની શક્યતા છે.
14 વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ ચાલુ છે
દેશમાં 14 વર્ષથી વધુ વયની વસ્તીને રસી આપવામાં આવી રહી છે. 15 થી 18 વર્ષના બાળકોને પણ કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. 3 જાન્યુઆરી, 2022થી શરૂ થયેલા આ તબક્કામાં, માત્ર ભારત બાયોટેકની કો-વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે. 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા પણ સમાન છે.
આ પણ વાંચો : Hijab Controversy: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી, કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જઈશું
આ પણ વાંચો : રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા