Budget 2021: વધારે આવક ધરાવનારાઓ પર લાગી શકે છે કોરોના સેસ, રસી પાછળ પણ સરકારને વધ્યો છે બોજ

Budget 2021: વધારે આવક ધરાવનારાઓ પર લાગી શકે છે કોરોના સેસ, રસી પાછળ પણ સરકારને વધ્યો છે બોજ
કોરોના વેક્સીન લેનારાઓને કોરોના સંક્રમણ બાદ મૃત્યુનું જોખમ નહિવત બને છે

નાણામંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) આજે તેઓ તેમનુ આ ત્રીજુ બજેટ (Union Budget) રજૂ કરી રહ્યા છે. આ બજેટ પર સામાન્ય લોકો અને બિઝનેશ જગત બંનેને ખૂબ જ આશાઓ છે. આશાઓનુ કારણ પણ ગત વર્ષ 18 ડિસેમ્બરે નાણામંત્રી (Finance Minister) નુ નિવેદન હતુ, જેમાં તેમણે કહ્યુ હતુ કે પાછલા 100 વર્ષમાં નહી આવ્યુ હોય એવુ બજેટ આવનારુ છે. 

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Feb 01, 2021 | 10:58 AM

નાણામંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) આજે તેઓ તેમનુ આ ત્રીજુ બજેટ (Union Budget) રજૂ કરી રહ્યા છે. આ બજેટ પર સામાન્ય લોકો અને બિઝનેશ જગત બંનેને ખૂબ જ આશાઓ છે. આશાઓનુ કારણ પણ ગત વર્ષ 18 ડિસેમ્બરે નાણામંત્રી (Finance Minister) નુ નિવેદન હતુ, જેમાં તેમણે કહ્યુ હતુ કે પાછલા 100 વર્ષમાં નહી આવ્યુ હોય એવુ બજેટ આવનારુ છે. સરકાર કોરોના પાછળ થઇ રહેલા ખર્ચને લઇને વધારાના ભારને ને લઇને કોરોનો સેસ પણ લગાવી શકે છે. દરમ્યાન સાંસદમાં રજૂ કરાયેલા ઇકોનોમિક સર્વે પ્રમાણે જોઇએ તો આ ખાસ વાતો જોઇ શકાય છે.

ઇકોનોમી સર્વે તેયાર કરનારા મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તી સુબ્રમણિયને (Krishnamurthy Subramaniam) કહ્યુ હતુ કે, સમજ આવી ગયુ છે, જ્યારે સરકાર પોતાનો ખર્ચ વઘારે અને લોકો પર ટેક્સનો ભાર હળવો કરે. જોકે સ્થાનિક ઉધોગો અત્યારે ખર્ચ વધારવાની સ્થિતીમાં નથી. આ માટે સરકારે જ ખર્ચ વધારવો પડશે. જોકે સરકાર ને ખર્ચ માટે પૈસાની કમી વર્તાઇ રહી છે, એટલે જ ટેક્સમાં રાહતની આશા ઓછી છે. ઉલ્ટાનુ કોરોના સેસ પણ લગાવી શકે છે સરકાર, ભલે તે વધારે કમાણી કરનારાઓ અને કંપનીઓ પર લગાડવામાં આવે.

ઓક્સફેમનુ આંકલન છે કે ભારતના 954 સૌથી અમીર પરિવારો પર જો 4 ટકા ટેક્સ લગાવવામાં આવે તો જીડીપી ના એક ટકા એટલે કે 2 લાખ કરોડ રુપિયાની આવક મળી શકે છે. આ પ્રકારના સેસ અથવા સરચાર્જ લગાવવા પર તેના થી મળવા વાળા પૈસા કેન્દ્ર સરકાર પાસે જ રહે છે. જેમાંથી રાજ્યોને તેમનો હિસ્સો નથી મળતો હોતો.

કોરોનાને કારણે હેલ્થ કેર પર ખર્ચ સૌથી વધવાની સંભાવના છે. કોરોના વેક્સીન પર 25-30 હજાર કરોડ રુપીયાના ખર્ચનુ અનુમાન લગાવાઇ રહ્યુ છે. હેલ્થ બજેટ પાછલી વખતે 67,484 કરોડ રુપિયા હતુ. જેને બમણું કરી શકાય છે. નેશનલ હેલ્થ પોલીસી 2017માં કેન્દ્ર સરકાર તરફ થી હેલ્થકેયર પર જીડીપી 2.5-3 ટકા સુધી ખર્ચ કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. જોકે 2019-20 માં જે 1.5 ટકા સુધી જ પહોંચી શક્યુ હતુ. વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ ના મુજબ હેલ્થ પર સરકારી ખર્ચના મામલામાં 189 દેશોના રેન્કિંગમાં ભારત 179 મા સ્થાન પર છે.

હાલમાં સ્વાસ્થ્ય પર થનારા કુલ ખર્ચમાં લોકોના ખિસ્સા થી 65 ટકા ખર્ચ થાય છે. સર્વે અનુસાર સરકાર એ ખર્ચ વધાર્યો તો લોકોના ખિસ્સા થી થનારો ખર્ચ 30 ટકા જેટલો નિચો થઇ જશે.

પાછલા વર્ષે ઇન્કમ ટેક્સની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. જેમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ સિવાય કોઇ છુટ નહોતી. એટલા માટે ખૂબ ઓછા લોકો એ તે વિકલ્પ પસંદ કર્યો હતો. સરકાર એ તેનો કોઇ આંકડો નથી બતાવ્યો. નાણાં મત્રી આજે તે અંગે કોઇ આંકડો આપી શકે છે.

નવી વ્યવસ્થા ને આકર્ષક બનાવવા માટે પીએફ, એલટીસી અને ડોનેશન પર ટેક્સમાં છુટ આપી શકે છે કેટલીક ઘોષણાંઓ પર કોરોનાની અસર પણ જોઇ શકાય છે. જેમ કે વર્ક ફ્રોમ હોમ થી જોડાયેલા ખર્ચાઓના કારણે નોકરીયાત વર્ગના લોકોને માટે સ્ટાન્ડર્ડ ડિડકશન ની સીમા 50 હજાર રુપિયા વધારી શકે છે. સેક્શન 80ડી મુજબ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પર મળનાર ટેક્સ બેનિફીટ પણ વધારી શકાય છે. 80સી મુજબ ઇન્વેસ્ટમેન્ટ ની લીમીટ 1.5 લાખ રુપીયા છે. જેને વધારવા માટે સલાહ પણ સરકારને મળી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati