ચીનની સાથેસાથે વિશ્વના આ દેશમાં પણ કોરોનાનો કહેર, માત્ર એક જ દિવસમાં 1000 દર્દીના મોત

TV9 GUJARATI

|

Updated on: Dec 21, 2022 | 11:12 AM

કોરોના મહામારીએ ફરી એકવાર ઉથલો માર્યો હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યાં છે. વિવિધ દેશમાં કોરોનાનો વ્યાપ વધવાના સમાચાર સામે આવતા જ સમગ્ર વિશ્વ ચોકી ઉઠ્યું છે. ચીનની સાથેસાથે પશ્ચિમના સુવિધાજનક દેશમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક વધ્યા છે. તો માત્ર એક જ દિવસમાં 1000થી વધુ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા છે.

ચીનની સાથેસાથે વિશ્વના આ દેશમાં પણ કોરોનાનો કહેર, માત્ર એક જ દિવસમાં 1000 દર્દીના મોત
Coronavirus ( file photo )

માત્ર ચીન જ નહી, પશ્ચિમના દેશોમાં પણ કોરોના મહામારીએ માથુ ઉચક્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, જાપાન સહીતના વિકસીત દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક સંખ્યામાં વધ્યાં છે. કોરોનાના કેસ વધવાની સાથે વિશ્વના અન્ય દેશમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે. ચીનના એક આરોગ્ય અધિકારીના જણાવ્યાનુંસાર વર્તમાન શિયાળાની ઋતુમાં ચીનમાં કોરોનાની વધુ એક લહેર આવશે. આ લહેરમાં ચીનની અડધોઅડધ વસ્તી લપેટમાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ચીન જેવી જ સ્થિતિ, વિશ્વના અન્ય દેશમાં પણ જોવા મળે તો નવાઈ નહી. વિતેલા દિવસોમાં ચીનમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ અને જાપાનમાં ગઈકાલના માત્ર એક જ દિવસમાં 1000થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે.

કોરોનાના આંકડાઓના આધારે વિશદ છણાવટ સાથે અભ્યાસ કરતી વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વમાં ગઈકાલે કોરોનાથી સૌથી વધુ મૃત્યુનો આંક નોંધાયો છે. જેમાં અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ નિપજ્યા છે. ત્યાર બાદના ક્રમમાં જાપાન, બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ આવે છે. ગઈકાલ 20 ડિસેમ્બરને મંગળવારના માત્ર એક જ દિવસમાં આ પાંચ દેશમાં 1000થી વધુ મૃત્યું નોંધાયા છે.

20 ડિસેમ્બરે નિપજેલ મૃત્યું

  • અમેરિકા – 308
  • જાપાન – 231
  • બ્રાઝિલ – 216
  • જર્મની – 201
  • ફ્રાન્સ – 130

અત્યાર સુધીમાં કોરોનાથી આ દેશમાં કેટલા લોકોના મૃત્યું નિપજ્યા ?

  • અમેરિકા – 11,13,808
  • બ્રાઝિલ – 6, 92,210
  • ફ્રાન્સ – 1,60,747
  • જર્મની – 1,60,246
  • જાપાન – 53, 730

ચીનમાં 10 લાખથી વધુ લોકોના મોત થવાની ભીતિ

મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાએ, તેના સંશોધનાત્મક અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનનું માનવું છે કે 2023માં કોરોના વાયરસના કેસના વિસ્ફોટ બાદ ચીનમાં 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સરકારે ગત 7 ડિસેમ્બરથી આજ દિવસ સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુ અંગે સત્તાવાર કોઈ જ આંકડા જાહેર કર્યા નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati