ચીનમાં કોરોનાથી હાહાકાર, મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાગી લાઈન
ઑક્ટોબર સુધી, ચીન તેની શૂન્ય કોવિડ નીતિના આધારે કોરોના સામે યુદ્ધના ધોરણે સામનો કરી રહ્યું હતું, પરંતુ લોકડાઉન વિરુદ્ધ શરૂ થયેલી હિલચાલને પગલે શૂન્ય કોવિડ પોલીસીને હળવી કરીને પ્રતિબંધોમાં રાહત આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદથી પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગી છે.
ચીનમાં શુન્ય કોવિડ પોલિસીને હળવી કરતા જ લાખો લોકોન ફરીથી કોરોના સંક્રમિત થવાની અને લાખો લોકોના મોત નિપજવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ થવા અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે. કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ચીનમાં આગામી ત્રણ મહિનામાં કોરોનાની નવી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાથી 10 લાખથી વધુ લોકોના મોતની આશંકા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઑક્ટોબર સુધી, ચીન તેની શૂન્ય કોવિડ નીતિના આધારે કોરોના સામે યુદ્ધના ધોરણે સામનો કરી રહ્યું હતું, પરંતુ લોકડાઉન વિરુદ્ધ શરૂ થયેલી હિલચાલને પગલે શૂન્ય કોવિડ પોલીસીને હળવી કરીને પ્રતિબંધોમાં રાહત આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદથી પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બરમાં જ વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જોવા મળ્યો હતો. ત્યારથી ચીન તેની સામે લડી રહ્યુ છે.
મહામારી વિશેષજ્ઞ એરિક ફીગેલ ડિંગે એક વીડિયો શેર કરીને ચેતવણી ઉચ્ચારી છે કે ચીનમાં કોરોનાની સ્થિતિ ઝડપથી વણસી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે. ડીંગ અમેરિકન જાહેર આરોગ્ય ક્ષેત્રના વૈજ્ઞાનિક છે. તેઓ હાલમાં ન્યૂ ઈંગ્લેન્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ ઈન્સ્ટિટ્યૂટમાં કોવિડ ટાસ્ક ફોર્સના વડા પણ છે.
મૃત્યુના આંકડા છુપાવાઈ રહ્યા છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીન સતત કોરોનાના આંકડા છુપાવી રહ્યું છે. નવેમ્બરના મધ્ય સુધીમાં, સત્તાવાર રીતે કોરોનાથી 11 લોકોના મૃત્યુ થયા હોવાની જાણ કરવામાં આવી છે, જ્યારે ચીનમાં દરરોજ 10,000 થી વધુ સંક્રમિત જોવા મળી રહ્યા છે. બીજી તરફ, અંતિમ સંસ્કારના સ્થળો, સ્મશાન અને હોસ્પિટલોના વીડિયો અલગ જ સ્થિતિ દર્શાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાઈન લાગી રહી છે. કોવિડને કારણે મૃત્યુની સંખ્યા સતત વધી રહી હોવાથી હોસ્પિટલોના શબઘરોમાં સ્ટાફની વધારાની તહેનાતી કરવામાં આવી રહી છે.