આદર પૂનાવાલા 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે

આદર પૂનાવાલાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યુ છે કે, 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે.

આદર પૂનાવાલા 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે
Adar Poonawalla

Serum Institute of India ના CEO આદર પૂનાવાલાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યું છે કે તેઓ 20 મે પછી કોવીડ -19 વૈક્સીન કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ મહારાષ્ટ્રમાં પહોંચાડશે. મહારાષ્ટ્રમાં હાલ કોવીડ19 રસીકરણ અભિયાન ની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે. રસીની અછતને કારણે હાલ મહારાષ્ટ્રમાં 18 થી 44 વયના જૂથનું રસીકરણ બન્દ કરી દેવાયું છે. કોવિડ મેનેજમેંટ અંગે ચર્ચા કરવા માટે બુધવારે મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટે એક અહમ બેઠક યોજી હતી.

કોવિડ મેનેજમેંટ અંગે ચર્ચા કરવા માટે બુધવારે મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટે એક બેઠક યોજી હતી. ટીવી9 સાથે વાતચીતમાં મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ મુખ્ય પ્રધાનને વચન આપ્યું છે કે તેઓ 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે. ત્યારબાદ 18 થી 44 વય જૂથ માટે રસીકરણ શરૂ કરવામાં આવશે.

મહારાષ્ટ્રએ રસીઓની ઉપલબ્ધતાને લીધે અસ્થાયી રૂપે 18-44 વર્ષની વય જૂથ માટે કોવિડ રસીકરણ સ્થગિત કરી દીધું છે,

રાજ્ય સરકાર દ્વારા હાલ ઉપલબ્ધ રસી ના તમામ ડોઝ માત્ર 45 વય કેટેગરીમાં ફેરવવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 46,781 તાજા COVID-19 કેસ અને 816 મૃત્યુ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 52,26,710 પર પહોંચી ગઈ છે.

છેલ્લાં 24 કલાકમાં આ રોગમાંથી 58,805 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે, જેની કુલ રિકવરી 46,00,196 છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં કોવીડ કેસની સક્રિય સંખ્યા 5,46,129 છે. નવી જાનહાનિ સાથે, મહારાષ્ટ્રમાં કાવિડ મૃત્યુઆંક 78,007  પાર પહોંચી ગયો છે.