AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Corona Update: કોરોનાના 11486 નવા કેસ સાથે 45 મૃત્યુ, 10 જૂન પછી એક દિવસમાં સૌથી વધુ દર્દીઓના મોત

કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ પામનારાઓમાંથી 60 ટકા લોકોએ કોરોના વિરોધી રસી લીધી નહી હોવાનો એક અભ્યાસમાં થયો ખુલાસો.

Delhi Corona Update: કોરોનાના 11486 નવા કેસ સાથે 45 મૃત્યુ, 10 જૂન પછી એક દિવસમાં સૌથી વધુ દર્દીઓના મોત
Delhi Corona Update (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 8:36 PM
Share

દિલ્હીમાં કોરોના (Delhi Corona) ચેપના 11486 નવા કેસ નોંધાયા છે, જ્યારે 45 દર્દીઓના મોત થયા છે. હાલમાં રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 16.36 ટકા પર આવી ગયો છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 14802 લોકો સંક્રમણથી સાજા થયા છે, એટલે કે સાજા થયેલા લોકોની સંખ્યા નવા સંક્રમિતો કરતા વધુ છે.11486 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. શુક્રવારની સરખામણીમાં દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 16.36 પર આવી ગયો છે.

આંધ્રપ્રદેશ: કોરોનાના 12,926 નવા કેસ આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,926 નવા દર્દીઓ સામે આવ્યા બાદ શનિવારે સંક્રમિતોની સંખ્યા 21,66,194 પર પહોંચી ગઈ છે. જ્યારે સક્રિય દર્દીઓ વધીને 73,143 થયા છે.

કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ પામેલા 60 ટકા લોકોએ રસી લીધી નહોતી

કોવિડ-19 રોગચાળાની વર્તમાન લહેર દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાંથી 60 ટકા એવા હતા જેઓને કાં તો રસી લીધી નહોતી અથવા તો માત્ર આંશિક રસી આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના અભ્યાસમાં આ વાત સામે આવી છે. મેક્સ હેલ્થકેર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના નોંધાયેલા મૃત્યુ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો હતા અથવા તેઓ કિડનીની બિમારીઓ, હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી અન્ય વિવિધ બિમારીઓથી પણ પીડાતા હતા.

ગુજરાતમાં કોરોનાના 23150 કેસ, 15 દર્દીના મોત

ગુજરાતમાં(Gujarat) આજે 22 જાન્યુઆરીના રોજ કોરોનાના (Corona) નવા 23150 કેસ નોંધાયા છે. જ્યારે  છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા  129875 એ  પહોંચી છે. છેલ્લા 24  કલાકમાં 10103 લોકોએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં  કોરોનાના સૌથી વધુ કેસ  અમદાવાદ (Ahmedabad)શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8194 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે

આ પણ વાંચોઃ

CoWin Update : વેક્સિનેશન રજીસ્ટ્રેશનને લઈ આવ્યું મોટુ અપડેટ, હવે એક મોબાઈલ નંબર પર આટલા લોકો કરી શકશે રજીસ્ટ્રેશન

આ પણ વાંચોઃ

Mumbai Vaccination: મુંબઈમાં હવે બે શિફ્ટમાં થશે વેક્સીનેશન, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે અને કિશોરોને બપોરે અપાશે વેક્સીન

g clip-path="url(#clip0_868_265)">