AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Vaccination: મુંબઈમાં હવે બે શિફ્ટમાં થશે વેક્સીનેશન, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે અને કિશોરોને બપોરે અપાશે વેક્સીન

અઢાર વર્ષ અને તેથી વધુ વયના લોકોના રસીકરણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ 15 થી 18 વર્ષની કિશોર- કિશોરીઓમાં રસીકરણ અંગે બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી. આને ઝડપી બનાવવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બે સત્રોમાં રસીકરણ અભિયાન કરવાની યોજના બનાવી છે.

Mumbai Vaccination: મુંબઈમાં હવે બે શિફ્ટમાં થશે વેક્સીનેશન, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે અને કિશોરોને બપોરે અપાશે વેક્સીન
Corona vaccination (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 5:36 PM
Share

મુંબઈમાં હવેથી 15 થી 18 વર્ષની કિશોર – કિશોરીઓ માટે રસીકરણ બપોરે કરવામાં આવશે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે રસી (Mumbai Corona Vaccination)  આપવામાં આવશે. રસીકરણનું આ નવું શિડ્યુલ આવતા સપ્તાહથી અમલમાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા (Mumbai Municipal Corporation) દ્વારા આ નવું ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. અઢાર વર્ષ અને તેથી વધુ વયના લોકોના રસીકરણને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ 15 થી 18 વર્ષની કિશોર- કિશોરીઓમાં રસીકરણ અંગે બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી. આને ઝડપી બનાવવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બે સત્રોમાં રસીકરણ અભિયાન કરવાની યોજના બનાવી છે.

3 જાન્યુઆરીથી પંદરથી અઢાર વર્ષના કિશોર- કિશોરીઓનું રસીકરણ શરૂ થયું છે. મુંબઈમાં આ વયની રસીનો ડોઝ લેનારા કિશોરોની સંખ્યા 9 લાખ 22 હજાર 566 છે. તેમાંથી 18 જાન્યુઆરી સુધીમાં કુલ 1 લાખ 77 હજાર 614 કિશોરીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. એટલે કે, રસીકરણ માટે લાયક 20 ટકા કિશોરોએ અત્યાર સુધીમાં રસી લીધી છે. બાકીના કિશોરોના રસીકરણને ઝડપી બનાવવા BMC તરફથી પ્રયાસો ચાલુ છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ આપેલી માહિતી અનુસાર, કિશોર- કિશોરીઓ માટે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે, BMC હવે દરેક શાળા પરિસરમાં રસીકરણ શિબિરનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ રસીકરણ અભિયાનને વેગ આપવા માટે પાલિકાએ ખાનગી સંસ્થાઓને પણ આગળ આવવા અપીલ કરી છે.

બે અલગ અલગ વય જૂથ રસીકરણ માટે બે અલગ અલગ ટાઈમ ટેબલ

BMCના જમ્બો કોરોના સેન્ટર સહિત મુંબઈમાં સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રોની સંખ્યા 351 છે. જમ્બો કોરોના કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ સહીત 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રસીકરણ શરૂ થયું છે. હવેથી પાલિકાના જમ્બો કોરોના કેન્દ્રો અને અન્ય તમામ રસીકરણ કેન્દ્રોમાં બંને વયના લોકો માટે બે અલગ-અલગ સમય નક્કી કરવામાં આવ્યા છે. તેની શરૂઆત આવતા સપ્તાહથી કરવામાં આવશે. આ અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો સવારે રસીકરણ કરાવી શકશે. અને બીજી શિફ્ટ એટલે કે બપોરથી 15 થી 18 વર્ષની કિશોરીઓનું રસીકરણ થશે.

મુંબઈમાં અત્યાર સુધી કોરોનાની સ્થિતિ

આ દરમિયાન, તમને જણાવી દઈએ કે શુક્રવારે મુંબઈમાં કોરોનાના 5 હજાર 8 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય 12 લોકોએ કોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યા છે. રાહતની વાત એ છે કે મુંબઈમાં છેલ્લા એક દિવસમાં 12 હજાર 913 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં મુંબઈમાં કોરોનાના 14 હજાર 178 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો :  Maharashtra Board Practical Date 2022 : મહારાષ્ટ્ર બોર્ડની 10મી-12મી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર !

g clip-path="url(#clip0_868_265)">