UPSC IFS 2021 Main Result: UPSC ફોરેસ્ટ સર્વિસ મેઈન્સ પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ફોરેસ્ટ સર્વિસ મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ- upsc.gov.inની મુલાકાત લઈને પરિણામ (UPSC IFS 2021 Main Result) ચકાસી શકે છે.

UPSC IFS 2021 Main Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) દ્વારા ફોરેસ્ટ સર્વિસ મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ- upsc.gov.inની મુલાકાત લઈને પરિણામ (UPSC IFS 2021 Main Result) ચકાસી શકે છે. આ પરીક્ષા દ્વારા ભારતીય ફોરોસ્ટ સેવાની (Indian Forest Service) કુલ 110 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. UPSC દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, ફોરેસ્ટ સર્વિસ મેઈન્સની (Indian Forest Service) પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 06 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં આગળની પ્રક્રિયા ચકાસી શકે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 4મી માર્ચ 2021ના રોજ ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 24 માર્ચ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ માટે, પ્રિલિમ પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવી હતી, જેનું પરિણામ 29 ઓક્ટોબર 21ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રિલિમ પાસ કરનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. મેન્સની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવી હતી, જેના પરિણામો હવે સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે.
આ રીચે કરો ચેક
- પરિણામ જોવા માટે સૌથી પહેલા UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
- વેબસાઇટના હોમ પેજ પર રિઝલ્ટ લિંક પર જાઓ.
- હવે પરીક્ષાના અંતિમ પરિણામોની લિંક પર ક્લિક કરો.
- હવે પરિણામ ચેક કરવાનો વિકલ્પ દેખાશે.
- ક્લિક કરવાથી પીડીએફ ફાઈલ ખુલશે.
- તમે રોલ નંબરની મદદથી પીડીએફમાં પરિણામ ચકાસી શકો છો.
સીધી લિંક પરથી પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
ઇન્ટરવ્યુ રાઉન્ડ
UPSC દ્વારા જાહેર કરાયેલ નોટિસ મુજબ, જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં લાયક ઠરે છે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોની સંખ્યા ભરવાની ખાલી જગ્યાઓની સંખ્યા કરતાં લગભગ બમણી હોવી જોઈએ. ઇન્ટરવ્યુ 300 માર્કસનો હશે. આવી સ્થિતિમાં, મેન્સ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ તેમની અંતિમ રેન્કિંગ નક્કી કરશે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને ચકાસી શકે છે.
UPSC CMS 2022 માટે અરજી પ્રક્રિયા શરૂ
કમિશન દ્વારા સંયુક્ત તબીબી સેવા પરીક્ષા 2022 માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તબીબી સેવા પરીક્ષા દ્વારા આ વર્ષે કુલ 687 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે
આ પણ વાંચો: NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો