UPSC 2024 એક્ઝામ માટે રજીસ્ટ્રેશન આ દિવસથી શરુ થશે, પરીક્ષા પેટર્ન જુઓ
UPSC દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડર મુજબ સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા (UPSC CSE પરીક્ષા 2024) મે 2024માં લેવામાં આવશે. જ્યારે પ્રિલિમ્સમાં પસંદ થયેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર 2024માં લેવામાં આવશે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું તેમજ પ્રિલિમ્સનો કોર્સ શું હશે, તમે અહીં જોઈ શકો છો.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. UPSC પરીક્ષા કેલેન્ડર 2024 મુજબ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2024 માટેના અરજી ફોર્મ સાથેની સૂચના 14 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પડવાની છે. IAS અને IPS પદો માટે ઈચ્છુક ઉમેદવારો પાસે 3 માર્ચ સુધીનો સમય હશે. તેઓ તેમના ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અને સબમિટ કરવા માટે અરજી પ્રક્રિયા માટે 18 દિવસનો સમય આપશે.
ઑનલાઇન અપ્લાય કરવું
ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે ઉમેદવારોએ વેબસાઇટ upsconline.nic.in ની મુલાકાત લેવાની રહેશે. શરૂઆતમાં ઉમેદવારોએ કમિશનની વેબસાઇટ પર ઉપલબ્ધ વન ટાઇમ રજિસ્ટ્રેશન (UPSC OTR રજિસ્ટ્રેશન) પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવવી જરૂરી છે. રજીસ્ટ્રેશન પછી તેઓ પરીક્ષા માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
UPSC CSE 2024 માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?
- અરજી કરવા માટે પહેલા UPSCની ઓફિશિયલ વેબસાઇટ્સ upsc.gov.in અને upsconline.nic.in પર જાઓ.
- કમિશનની વેબસાઇટ પર ઉપલબ્ધ વન ટાઇમ રજિસ્ટ્રેશન પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી કરવી.
- પછી પરીક્ષા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આગળ વધવું.
- જરૂરીયાત મુજબ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા.
- અરજી ફી ચૂકવીને અપ્લાયની પ્રોસેસ પુરી કરવી.
- ભવિષ્યના ઉપયોગ માટે સબમિટ કરેલી અરજીની કોપી કઢાવી લેવીને રાખવી.
પરીક્ષા ક્યારે યોજાશે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા તાજેતરમાં વર્ષ 2024 માટેનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા 26 મે 2024ના રોજ લેવાશે. પ્રિલિમ પરીક્ષા એક જ દિવસમાં લેવામાં આવશે. આ માટેનું એડમિટ કાર્ડ પરીક્ષાના 7 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.
UPSC CSE પરીક્ષા પેટર્ન
- UPSC CSE 2024 પરીક્ષાનો પ્રથમ તબક્કો પ્રિલિમ પરીક્ષા છે. ચાલો UPSC પ્રિલિમ્સ પરીક્ષા પેટર્ન 2024 ને વિગતવાર સમજીએ.
- UPSC પ્રિલિમિનરી પરીક્ષામાં 2 પેપર હોય છે – GS પેપર અને CSAT પેપર.
- GS પેપરમાં 100 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નમાં 2 માર્કસ હશે અને 1/3 અથવા 0.33 માર્કસના નેગેટિવ માર્કિંગ હશે.
- CSAT પેપરમાં 80 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નમાં 2.5 ગુણ હશે. આમાં પણ 1/3 એટલે કે 0.33 માર્કસ નેગેટિવ માર્કિંગના હશે.
- જે પ્રશ્નોના તમે જવાબ આપવા નથી માંગતા તેના માટે કોઈ ગુણ કાપવામાં આવશે નહીં.
- UPSC CSE પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલા માર્ક્સ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં ગણવામાં આવશે નહીં.
ઈન્ટરવ્યુ પછી છેલ્લું પરિણામ થશે જાહેર
UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરનારા યુવાનો માટે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં ડિટેલ્સમાં જવાબ લખવામાં આવે છે. આમાં પસંદ કરાયેલા ઉમેદવારોએ DAF રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઇન્ટરવ્યુ ફક્ત DAF રજીસ્ટ્રેશનના આધારે લેવામાં આવે છે. ઇન્ટરવ્યુ પછી છેલ્લું પરિણામ જાહેર કરવામાં આવે છે.
