UGC NET 2021 Exam: NTA UGC NETની પરીક્ષા સ્થગિત, અહીં જુઓ નવી તારીખ

UGC NET 2021 Exam: યુજીસી નેટ પરીક્ષાની તારીખો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લંબાવવામાં આવી છે.

UGC NET 2021 Exam: NTA UGC NETની પરીક્ષા સ્થગિત, અહીં જુઓ નવી તારીખ
UGC NET 2021 Exam:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:12 PM

UGC NET 2021 Exam: યુજીસી નેટ પરીક્ષાની તારીખો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ UGC NET (National Eligibility Test) પરીક્ષા માટે અરજી કરી છે તેઓ પરીક્ષાની સંપૂર્ણ વિગતો જોવા માટે સત્તાવાર વેબસાઇટ- ugcnet.nta.nic.in ની મુલાકાત લઇ શકે છે. NTA દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ પરીક્ષા 17 થી 25 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની સત્તાવાર વેબસાઈટ પર એક જાહેરનામું બહાર પાડ્યું છે કે, ઉમેદવારો તરફથી અનેક વિનંતીઓ પ્રાપ્ત થયા બાદ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, યુજીસી નેટ પરીક્ષાની તારીખ અન્ય ઘણી પરીક્ષાઓની તારીખો એક જ દીવસે હતી. જેના કારણે પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જારી નોટિસ અનુસાર ડિસેમ્બર 2020 સત્ર અને જૂન 2021 સત્રની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

કોરોનાને કારણે પરીક્ષા મોડી પડી

અગાઉ ડિસેમ્બર 2020 સત્રની UGC NET પરીક્ષા 2 મેથી 17 મે 2021 સુધી યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. યુજીસી નેટ ડિસેમ્બર 2020 માટેની અરજી પ્રક્રિયા ફેબ્રુઆરી-માર્ચ 2021 માં યોજાઈ હતી. કોરોનાને કારણે ડિસેમ્બર 2020 સત્રની પરીક્ષા અને જૂન 2021 માટેની અરજીની પ્રક્રિયામાં વિલંબ થયો હતો તેથી બંને સત્રોની પરીક્ષા એક સાથે લેવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

NTAએ માહિતી આપી

NTAએ તેની એક નોટિસમાં જણાવ્યું હતું કે, “એજન્સીને વિદ્યાર્થી સમુદાય પાસેથી જાણવા મળ્યું છે કે, 10 ઓક્ટોબરની પરીક્ષાની તારીખ કેટલીક મોટી પરીક્ષાઓ સાથે ટકરાઈ રહી છે. સહભાગીતા સુનિશ્ચિત કરવા અને તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે, યુજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાઈકલની અમુક તારીખોને ફરીથી સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં પ્રવેશ પત્ર આપવામાં આવશે

એનટીએ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર, તારીખ, શિફ્ટ અને ઉમેદવારોનો સમય વિશેની માહિતી હશે. યુજીસી નેટ પરીક્ષાના દિવસે, ઉમેદવારોએ એનટીએ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા સ્વ-ઘોષણા ફોર્મ (પૂર્ણ), એક સરળ બોલ પોઇન્ટ પેન, વધારાની તસવીર અને હાજરીપત્રક પર જોડવા માટે ફોટો આઈડી સાથે એડમિટ કાર્ડ સાથે રાખવું જરૂરી રહેશે.

UGC NET 2021 Admit Card આ રીતે ડાઉનલોડ કરી શકો છો

  1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોએ પહેલા UGC NET ની સત્તાવાર વેબસાઇટ, ugcnet.nta.nic.in ની મુલાકાત લો.
  2. અહીં હોમપેજ પર University Grants Commission (UGC)-NET December 2020 and June 2021 cyclesની લિંક પર જાઓ.
  3. મધ્યમાં અને નીચે જુઓ, અહીં લિંક ફ્લેશ થશે.
  4. અહીં અરજી નંબર અને જન્મ તારીખ સાથે સુરક્ષા કોડ દાખલ કરો.
  5. સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે.
  6. તેને ડાઉનલોડ કરો અને આગળના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો: ICAI CA Exam 2021: CAની ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે શરૂ, અહીં જુઓ તમામ વિગતો

આ પણ વાંચો: આ પણ વાંચો: Ratan Tata : 83 વર્ષના આ દિગ્ગ્જ કારોબારી પહેલા નિર્ણય લઈ પછી તેને સાચા સાબિત કરે છે, જાણો રતન ટાટા વિશે કેટલીક રસપ્રદ માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">