UBI SO Admit Card 2021 : યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યુ છે. આ સ્થિતિમાં જે ઉમેદવારોએ આ ખાલી જગ્યા માટે અરજી કરી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ Unionbankofindia.co.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (UBI) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 347 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટ 2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે 3 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટેની અરજી ફી (Application Fees) પણ આ તારીખ સુધીમાં જ ભરવાની હતી. ત્યારે હાલ UBI દ્વારા આ ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે, જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
Step :1 સૌ પ્રથમ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ Unionbankofindia.co.in પર જાઓ. Step :2 વેબસાઈટના હોમ પેજ પર આપવામાં RECRUITMENT લિંક પર ક્લિક કરો. Step :3 હવે UNION BANK RECRUITMENT PROJECT 2021-22 વિકલ્પ પર જાઓ. Step :4 ત્યારબાદ Download the Call Letter for Online Examination લિંક પર ક્લિક કરો. Step :5 હવે માહિતી ભરીને સબમિટ કરો. Step :6 એડમિટ કાર્ડ સ્ક્રીન પર ખુલશે. Step :7 તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
ખાલી જગ્યાની વિગતો
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 347 પોસ્ટ અંતર્ગત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં સિનિયર મેનેજર માટે 60, મેનેજર માટે 60, મેનેજર સિવિલ એન્જિનિયર માટે 7, મેનેજર આર્કિટેક્ટ માટે 7, મેનેજર ફોરેક્સ માટે 50, મેનેજર સીએ માટે 14 અને આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ ઓફિસર (Technical Officer) માટે 26 સીટ ફાળવવામાં આવી છે. તેમજ સહાયક મેનેજર ફોરેસ્ટ માટે 120 બેઠકો નક્કી કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્ર
આ જગ્યા માટે દિલ્હી એનસીઆર, પંજાબમાં ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં લખનૌ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બિહારમાં પટના, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, ભોપાલ, મુંબઈ,ઓડિશા અને અમદાવાદ (Ahmedabad) શહેરમાં પરીક્ષા લેવામાં આવશે.
આ પણ વાંચો : UPSCમાં રેન્ક 9 મેળવનાર ડો.અપાલા મિશ્રાએ બનાવ્યો રેકોર્ડ, ઇન્ટરવ્યુમાં અત્યાર સુધીના સૌથી વધુ ગુણ મેળવ્યા
આ પણ વાંચો : CBSE Results 2021 : ધોરણ 10 કમ્પાર્ટમેન્ટનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે તપાસી શકશે પરિણામ