આ રાજ્યની સરકારે સરકારી નોકરીઓ માટેની વય મર્યાદામાં કર્યો વધારો, હવે વધુ 6 વર્ષની મળશે છૂટછાટ
આ રાજ્યની નાગરિક સેવાઓ માટેની ઉપલી વય મર્યાદા (upper age limit) 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટેની ઉપલી વય મર્યાદા હાલની 32 થી વધારીને 38 કરવાનો નિર્ણય લીધો છે.

ઓડિશા સરકારે રાજ્યની નાગરિક સેવાઓ માટેની ઉપલી વય મર્યાદા (upper age limit) 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટેની ઉપલી વય મર્યાદા હાલની 32 થી વધારીને 38 કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવને મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતાવાળી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સુધારેલી ઉપલી વય મર્યાદા 2021માં રજૂ કરવામાં આવી હતી અને તે 2022 અને 2023 માં કરવામાં આવનાર ભરતી પ્રક્રિયા માટે લાગુ થશે.
આ દરખાસ્તને મંજૂરી મળ્યા પછી, મુખ્ય સચિવ સુરેશ ચંદ્ર મહાપાત્રાએ કહ્યું, “આ નિર્ણયથી એવા ઉમેદવારોને ફાયદો થશે જેમણે કોવિડ-19 રોગચાળાની વચ્ચે તેમની ઉચ્ચ વય મર્યાદા વટાવી દીધી છે. કેબિનેટે વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે ઓરિસ્સા સિવિલ સર્વિસીસ નિયમો, 1989 માં ફેરફારોને મંજૂરી આપી.
Odisha cabinet increases the upper age limit for state civil services from 32 years to 38 years; relaxable in case of ST/SC/SEBC/Women and PwDs as prescribed by the government from time to time. pic.twitter.com/t625y0fUXC
— ANI (@ANI) January 11, 2022
જાહેર કરાયેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક કારણોસર વિવિધ ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. અરજદારોની ઉંમર પણ સમાપ્ત થઈ રહી હતી અને તેની સાથે સરકારી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તકોની સંખ્યા પણ વધી રહી હતી.
SC/ST (SC/ST) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) જેવી અનામત શ્રેણીઓમાં નોકરી ઈચ્છુકો માટે ઉપલી વય મર્યાદા 43 વર્ષ હશે. તેમને વધારાની પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. જનરલ કેટેગરીના વિકલાંગ વ્યક્તિઓ (PwDs) 48 વર્ષની ઉંમર સુધી સરકારી નોકરીઓ માટે અરજી કરી શકે છે. મુખ્ય પ્રધાન નવીન પટનાયકની અધ્યક્ષતામાં, રાજ્ય કેબિનેટે કાપડ અને હસ્તકલા, ઉચ્ચ શિક્ષણ, પંચાયતી રાજ વિભાગો સંબંધિત કુલ 12 મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી છે.
આ પણ વાંચો: History of BHU: BHUની સ્થાપના મહામના મદનમોહન માલવિયા દ્વારા થઈ, જાણો 105 વર્ષ જૂની યુનિવર્સિટી ઈતિહાસ
આ પણ વાંચો: NEET UG 2021: સુપ્રીમ કોર્ટે NTA દ્વારા OMR શીટ્સ સાથે ચેડા કરવાના દાવાને ફગાવી દીધા