NTAએ NEET 2021ની પરીક્ષાને લગતી મહત્વની નોટિસ જાહેર કરી, અહીં જાણો વિગતો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET 2021) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્તરની એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા BSc નર્સિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે પાત્રતાની શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનટીએએ જણાવ્યું હતું કે, પ્રવેશ માટે લઘુત્તમ વય “જે વર્ષે પ્રવેશ માંગવામાં આવે છે તે વર્ષના 31 ડિસેમ્બરના રોજ 17 વર્ષ” છે. જો કે, આ એક “વચગાળાનું માપ” છે. એજન્સીએ ઉમેદવારોને વિવિધ સંસ્થાઓની પાત્રતા જરૂરિયાતો તપાસવા કહ્યું છે.
NTA એ કહ્યું, “INC દ્વારા સૂચવ્યા મુજબ પાત્રતાના માપદંડ ન્યૂનતમ છે. જો કે, વિવિધ નર્સિંગ કોલેજો/સંસ્થાઓમાં B.Sc (નર્સિંગ)માં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોને સંબંધિત કોલેજો/સંસ્થાઓ/ડીમ્ડ યુનિવર્સિટીઓમાંથી પાત્રતાના માપદંડ તપાસવાની સલાહ આપવામાં આવે છે. NTA ની પાત્રતાની શરતો નક્કી કરવામાં કોઈ ભૂમિકા નથી, તેમને INC મુજબ જાણ કરવામાં આવી રહી છે. આ એક વચગાળાનું માપ છે.”
NTAએ કહ્યું કે, NEET 2021 માટે અરજી કરવા માટે ઉમેદવારે ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન (PCB) અને અંગ્રેજી સાથે 12માં ધોરણમાં પાસ થવું ફરજિયાત છે. આ સાથે PCBમાં ઓછામાં ઓછા 45 ટકા ગુણ હોવા જોઈએ. તેમજ રાજ્ય સરકાર અને ઓપન સ્કૂલ દ્વારા માન્ય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલ (NIOS) માંથી વિજ્ઞાન વિષય અને અંગ્રેજી સાથે પાસ થયેલા ઉમેદવારો પણ B.Sc નર્સિંગ માટે અરજી કરવા પાત્ર છે. SC, ST અથવા OBC સાથે જોડાયેલા ઉમેદવારો માટે PCBમાં 40 ટકા માર્ક્સ મેળવવા ફરજિયાત છે.
નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.
NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન વિન્ડો ફરી ખુલશે
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, NBEએ NEET PG 2021 રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંબંધિત એક મહત્વની નોટિસ બહાર પાડી છે. બોર્ડ 16 ઓગસ્ટ 2021ના રોજ નોંધણી અને સુધારણા વિન્ડો ફરી ખોલશે. જે ઉમેદવારો પરીક્ષા માટે નોંધણી કરવા માંગતા હોય તેઓ NBEની સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. ઉમેદવારો માટે નોંધણી અને સુધારણા વિન્ડો 20 ઓગસ્ટ 2021 સુધી ખુલ્લી રહેશે.