Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક, રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ બન્યું તંગ
સુરતમા ફરી થાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગવોરની ઘટના સામે આવી રહી છે. શહેરના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં બે શખસોએ તલવારથી હુમલો કર્યો હતો.
Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગવોરની ઘટના સામે આવી રહી છે. શહેરના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં બે શખસોએ તલવારથી હુમલો કર્યો હતો, એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટના બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સુરતમાં કેટલાક વિસ્તારો માથાભારે તત્વો માટે એપી સેન્ટર થઈ ગયા હોય તેવું લાગે છે. શહેરના લિબાયત ડીંડોલી લાલગેટ રાંદેર જેવા વિસ્તારમાં ગેંગ વોરની ઘટના અવારનવાર બનતી હોય છે. લાલગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આજુબાજુના પોલીસ સ્ટેશનોની પોલીસ પણ બોલાવવી પડી હતી એ ઘટનામાં અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે હાલ લાલગેટ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ઘટનાની વાત કરવામાં આવે તો લાલગેટની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં રહેતા બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6થી 7 જેટલા યુવાનોએ એકાએક આવી ને આ હુમલો કર્યો ઘટનામાં નજીકમાં લાગેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.
આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે. અન્સારી અહેજાજના કહેવા પ્રમાણે મસીન કાલિયા વિરુદ્ધ લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોસીન કાલિયો દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે. રાત્રીના સમયે વતાવરાણ તંગ થઈ ગયું હતું જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કર્યાં હતાં.