Surat : 10 ઓક્ટોબરથી UPSC પરીક્ષાનો પ્રારંભ, સુરતને પ્રથમવાર 7 સેન્ટર પણ ફાળવવામાં આવ્યા

જયારે યુપીએસસીની પરીક્ષા હોવાથી પોલીસ બંદોબસ્ત ઉપરાંત પરીક્ષા સેન્ટરની બહાર જામર પણ લગાવવામાં આવશે. જેથી પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારો ખાતેથી પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. પ્રીલિમનરી પરીક્ષાનો સમય સવારે 9.30 થી 11.30 અને 2.30 થી 4.30 દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે.

Surat : 10 ઓક્ટોબરથી UPSC પરીક્ષાનો પ્રારંભ, સુરતને પ્રથમવાર 7 સેન્ટર પણ ફાળવવામાં આવ્યા
Surat: UPSC examination starts from October 10, for the first time 7 centers were also allotted to Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 8:58 AM

યુવા વર્ગમાં વધતા જતા સિવિલ સર્વિસીસ(Civil Services) ના ક્રેઝને પગલે ગુજરાતમાં હવે અમદાવાદ અને રાજકોટ બાદ સુરતને પણ યુપીએસસી(UPSC) એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રીલિમનરી પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 10 ઓક્ટોબરના રોજ લેવામાં આવનાર પરીક્ષામાં સુરતના 7 સેન્ટર પરથી કિલ 1655 ઉમેદવારો પરીક્ષા આપશે.

પરીક્ષામાં ગેરરીતિને ડામવા માટે તમામ સેન્ટરો પર જામર પણ લગાવવામાં આવશે. જેથી પરીક્ષા આપનાર ઉમેદવારો અને પરીક્ષકોના ફોન કે પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહિ.

સીવી સર્વિસીસ માં જોડાઈને દેશ માટે વફાદારી સાથે સેવા કરવાની સપનું લાખો યુવાનો જોતા હોય છે. યુપીએસસી દ્વારા વર્ષ 1922 થી સિવિલ સર્વિસીસ એક્ઝામ લેવામાં આવે છે. સતત 99 વર્ષથી લેવામાં આવતી યુપીએસસીની પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જેથી ગુજરાતનમાં અમદાવાદ અને રાજકોટ બાદ હવે સુરતમાં પ્રિલિમનરી સેન્ટર ફાળવવામાં આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પરીક્ષાના સુરત સેન્ટરના અધ્યક્ષની જવાબદારી સુરત જિલ્લા કલેકટર આયુષ ઑકની રહેશે. જયારે ઓબ્ઝર્વર તરીકે આર.આર.બારડને તેમજ સાત સેન્ટરના એલઆઈઓ તરીકે ગેઝેટેડ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. એક વર્ગમાં 24 ઉમેદવારો બેસી શકે તેવી વ્યવસ્થા કરવમાં આવી છે. જેમાં બે સુપરવાઈઝરો રહેશે.

જયારે યુપીએસસીની પરીક્ષા હોવાથી પોલીસ બંદોબસ્ત ઉપરાંત પરીક્ષા સેન્ટરની બહાર જામર પણ લગાવવામાં આવશે. જેથી પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારો ખાતેથી પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. પ્રીલિમનરી પરીક્ષાનો સમય સવારે 9.30 થી 11.30 અને 2.30 થી 4.30 દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે.

આગામી 10 મી ઓક્ટોબરના રોજ યુપીએસસીની પરીક્ષા યોજાવાની છે. જેની પ્રિલિમ્સ એક્ઝામ માટે આખા ભારતમાંથી 11.50 લાખ ઉમેદવારો નોંધાયા છે. યુપીએસસી ની મેઈન એક્ઝામ માટે પણ સુરત શહેરને સેન્ટર મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

યુપીએસસીની ટીમે સુરત શહેરમાં હવે કાયમી ધોરણે આ સેન્ટર આપવાની પણ હૈયા ધરપત આપી છે. સુરત સહિત ગુજરાતમાં પણ ભવિષ્યમાં જો યુપીએસસી મેઇન્સની ડિમાન્ડ વધશે તો તે માટે પણ સુરત શહેરને સેન્ટર આપવામાં આવશે તેવા પ્રયાસો કરવામાં આવશે. હાલ જે સાત સેન્ટરોની પસંદગી કરવામાં આવી છે તે આ મુજબની છે.

1). ગર્લ્સ પોલિટેક્નિક કોલેજ, અઠવાગેટ 2). ગાંધી પોલીટેકનિક કોલેજ, મજૂરાગેટ 3). સર કેપી કોમર્સ કોલેજ, અઠવાગેટ 4). સર પીતી સાયન્સ કોલેજ, અઠવાગેટ 5). એમટીબી આર્ટસ કોલેજ, અઠવાગેટ 6). એસ.વી.એન.આઈ.ટી. પીપલોદ 7). સરકારી ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, મજૂરાગેટ

આમ હવે સુરતને આ સેન્ટર ફાળવાતા સુરત, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે આ મોટી રાહત બની રહેશે. નોંધનીય છે કે અત્યાર સુધી આ સેન્ટરોની સંખ્યા ખુબ ઓછી હતી તેમજ જેટલા પણ સેન્ટર ફાળવવામાં આવતા હતા તેમાં સુરતના અને જિલ્લાના ઉમેદવારોને દૂરના સેન્ટરો સુધી પરીક્ષા આપવા માટે જવું પડતું હતું. પણ હવે સુરતના 7 સેન્ટરોની પસંદગી કરાતા વિદ્યાર્થીઓ માટે તે સરળ બની રહેશે. રાષ્ટ્રવ્યાપી લેવાનારી પરીક્ષામાં સુરતના સેન્ટર ખાતે કુલ 1655 જેટલા ઉમેદવારો નોંધાયા છે.

આ પણ વાંચો : Surat: ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલ

આ પણ વાંચો : Surat : SRP બંદોબસ્ત મળતા SMC સક્રીય, રસ્તા પર રખડતા ઢોર બદલ 44 સામે ફરિયાદ, 403 ઢોરને પાંજરે પૂર્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">