Surat : SRP બંદોબસ્ત મળતા SMC સક્રીય, રસ્તા પર રખડતા ઢોર બદલ 44 સામે ફરિયાદ, 403 ઢોરને પાંજરે પૂર્યા
શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 403 ઢોર ને પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે. આ સાથે જ જાહેર રસ્તા પર ઢોર છોડવાના ગુનામાં 44 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેની સાથે 4.25 લાખનો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની(Surat Municipal Corporation ) ઢોર ડબ્બા પાર્ટીએ છેલ્લા એક અઠવાડિયામાં રખડતા 403 ઢોર(Stray Cattles ) ને પકડીને પાંજરે પૂર્યા છે. આ સાથે જ 44 જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સરકારે એસ.આર.પી.ની ટિમ સુરત મહાગરપાલિકાને ફાળવતા રખડતા ઢોર પકડવાની કામગીરીને વેગ મળ્યો છે.
રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનોને છુટકારો આપવા માટે મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો અમલ કરવામાં આવશે. શહેરના કયા વિસ્તારમાં રખડતા ઢોર નો ત્રાસ વધુ છે. તે જાણવા માટે મહાનગરપાલિકાની એક ટિમ સીસીટીવી સર્વેલન્સની કામગીરીમાં જોડાઈ છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ધોરણો ત્રાસ વધી ગયો છે. પશુપાલકો ઢોરોને રસ્તા પર છોડી દેતા હોય છે અને અકસ્માતનું પ્રમાણ ખુબ વધી ગયું છે. રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન મહાનગરપાલિકાના કર્મચારીઓ પર વારંવાર જીવલેણ હુમલો થવાની ઘટના બનતા સુરત મનપાએ રાજ્ય સરકાર પાસે 100 એસ.આર.પી.જવાનોની માંગણી કરી હતી. જે બાદ કોર્પોરેશનને 50 જવાનોની ટિમ ફાળવવામાં આવી છે.
મનપાને કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મળતા છેલ્લા એક અઠવાડિયાથી મનપાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 403 ઢોર ને પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે. આ સાથે જ જાહેર રસ્તા પર ઢોર છોડવાના ગુનામાં 44 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેની સાથે 4.25 લાખનો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે એસ.આર.પી.ના બંદોબસ્ત સાથે જ શહેરમાં રખડતા ઢોર ને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપાએ પાંજરે પૂરેલા 403 ઢોરો પૈકી 105 ઢોર ને પાંજરાપોળમાં લઇ જવામાં આવ્યા છે. જયારે અન્ય ઢોર ને ઢોર ડબ્બા પાર્ટીમાં રાખવામાં આવ્યા છે. એક અથવા બે વખત ઢોર પકડાય તો પશુપાલક પાસે દંડ વસુલ કરીને ઢોર છોડી દેવામાં આવે છે. પરંતુ જો વારંવાર ઢોર રસ્તા પર જોવા મળશે તો જવાબદાર વ્યક્તિ સામે પાલિકા પોલીસ ફરિયાદ પણ દાખલ કરશે.
મનપાએ સીસીટીવી સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી છે. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે રખડતા ઢોર ને પકડવાની દિશામાં પણ કામગીરી કરી છે.
આ પણ વાંચો : Surat : નહીં રહે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા : ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં 11 વખત ડેમ સંપૂર્ણ છલકાઈ ઉઠ્યો
આ પણ વાંચો : Surat : 6 વર્ષથી માત્ર કાગળ પર રહેલ સુરત મનપાની નવી ઈમારતનુ કામ ઝડપથી હાથ ધરાશે : મ્યુનિસિપલ કમિશનર