Sarkari Naukri 2021: સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરની 243 પોસ્ટ માટે જગ્યાઓ ખાલી, આજે જ કરો અરજી

Sarkari Naukri 2021: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર (વર્ગ -3) (State Tax Inspector)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Sarkari Naukri 2021: સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરની 243 પોસ્ટ માટે જગ્યાઓ ખાલી, આજે જ કરો અરજી
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Mar 17, 2021 | 11:50 PM

Sarkari Naukri 2021: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર (વર્ગ -3) (State Tax Inspector)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ ઈન્સ્પેકટરની 243 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 16 માર્ચ 2021થી શરૂ થઈ છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો, GPSCની સત્તાવાર વેબસાઈટ, gpsc.gujarat.gov.inની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર (State Tax Inspector)ની પોસ્ટ પર જાહેર કરાયેલ આ ખાલી જગ્યામાં અરજી કરવા માટે ઉમેદવારોને 31 માર્ચ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ એક મોટી તક છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓએ એકવાર સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ્સ માટેની પ્રિલિમ પરીક્ષા 25 જુલાઈ, 2021ના ​​રોજ લેવામાં આવી શકે છે. તેનું પરિણામ સપ્ટેમ્બર 2021માં આવે એવી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ખાલી જગ્યાની વિગતો

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા જાહેર કરાયેલ આ ખાલી જગ્યા (GPSC State Tax Inspector Recruitment 2021) અંતર્ગત કુલ 243 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી માટે 101, એસ.સી. ઉમેદવારો માટે 17 પોસ્ટ, એસ.ટી. માટે 36 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વિભાગ માટે 24 અને એસ.ઈ.બી.સી. માટે 65 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. મહિલાઓ માટે અલગ સીટ રિઝર્વ હશે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો માટે આ લિંકને ક્લિક કરો.

જાણો કેવી રીતે અરજી કરવી?

આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપને અનુસરો.

1. સૌથી પેહલા ઓફિશિયલ વેબસાઈટ gpsc.gujarat.gov.in જાઓ. 2. અહીં હોમ પેજ પર Advertisement Detailsમાં જાઓ. 3. હવે Advt. No. 139/2020-21ની આગળ આપેલી લિંક પર ક્લિક કરો. 4. અહીં State Tax Inspector, Class-3, FINANCE DEPARTMENT પર ક્લિક કરો. 5. હવે Apply Now પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું. 6. રજીસ્ટ્રેશન કર્યા પછી જ ઍપ્લિકેશન ફોર્મ ભરી શકશો.

પસંદગી પ્રક્રિયા

આ ખાલી જગ્યામાં ઉમેદવારોની પસંદગી પ્રિલીમ્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તમે પરીક્ષા પેટર્નની માહિતી માટે સત્તાવાર સૂચના (Notification) ચકાસી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">