Railway Jobs: પરીક્ષા વગર રેલ્વેમાં મળશે નોકરી! 10 પાસ ઉમેદવારો જાણી લો ભરતીની વિગતો
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)એ 339 ખાલી જગ્યાઓ (Vacancy) માટે ભરતી બહાર પાડી છે, અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો આ સરળ રીતથી અરજી કરી શકશે.
Railway Recruitment 2021: સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)એ 339 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ જગ્યા માટે ધોરણ 10 પાસ લાયકાત રાખવામાં આવી છે. ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીઓ માટે આ એક ઉતમ તક છે. આ જગ્યાઓ માટે SECR દ્વારા ઓનલાઈન અરજી (Online Application) મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2021 છે. આ ભરતી રેલવેના વિવિધ વિભાગો માટે કરવામાં આવશે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો જાણો આ ભરતીની સમગ્ર વિગતો.
નીચેના પદો માટે ભરતી કરવામાં આવશે
વેલ્ડર સુથાર ફિટર ઇલેક્ટ્રિશિયન સ્ટેનો વાયરમેન ઇલેક્ટ્રોનિક મિકેનિક મિકેનિક ડીઝલ
ભરતીની લાયકાત
10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોએ ITI કરેલુ હોવુ જોઈએ.
મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ધોરણ 10 અને ITIમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી (Selection) કરવામાં આવશે. પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
આ રીતે અરજી કરી શકશો
ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ apprenticeship.org પર ઓનલાઈન અરજી કરી શકે છે.
432 જગ્યા માટે 11 સપ્ટેમ્બરથી અરજીઓ શરૂ થશે
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)એ એપ્રેન્ટિસના પદ માટે અરજીઓ મંગાવી છે. એપ્રેન્ટિસની કુલ 432 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે અરજીની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2021 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ secr.indianrailways.gov.in પરથી અરજી કરી શકશે.
પસંદ કરેલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે નિયુક્ત કરવામાં આવશે.જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ 10+2 સિસ્ટમ અથવા તેની સમકક્ષ હેઠળ 10મી વર્ગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉપરાંત, તેઓએ માન્ય સંસ્થામાંથી આઈટીઆઈનો અભ્યાસક્રમ (Education) પાસ કરેલુ હોવુ જોઈએ. ઉમેદવારની વય મર્યાદા 24 વર્ષથી ઓછી હોવી જોઈએ.
આ પણ વાંચો: JEE Main Result 2021 : આજે JEE Main ના ચોથા સેશનનું આવી શકે છે પરિણામ, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ
આ પણ વાંચો: UPSC IES ISS Result 2021 : IES અને ISS ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ