ગ્રેજ્યુએટ છો ? નોકરી શોધો છો ? LICમાં મળી શકે છે 54 હજારની નોકરી, જાણો

LIC માં (LIC Job 2022) ગ્રેજ્યુએટ માટે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. આ ભરતી હેઠળ કુલ 80 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી સંબંધિત તમામ જાણકારી આપવામાં આવી છે.

ગ્રેજ્યુએટ છો ? નોકરી શોધો છો ? LICમાં મળી શકે છે 54 હજારની નોકરી, જાણો
LIC
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 05, 2022 | 4:36 PM

LIC માં (LIC Job 2022) ઘણી જગ્યાઓની ભરતી માટે જોબ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે ભરતી કરવામાં આવી છે. આ જગ્યાઓ (Jobs 2022) માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પદો માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. એપ્લીકેશનની પ્રક્રિયા 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. આ ખાલી જગ્યાઓ મધ્ય, પૂર્વ મધ્ય, પૂર્વીય, ઉત્તર મધ્ય, ઉત્તર, દક્ષિણ મધ્ય, દક્ષિણ પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારો માટે ઉપલબ્ધ છે. આ ભરતી હેઠળ કુલ 80 જગ્યાઓ ભરવામાં આવશે. LIC ભરતી સંબંધિત તમામ જાણકારી આગળ આપવામાં આવી છે.

LIC HFL Recruitment 2022 માટે શું છે લાયકાત

આસિસ્ટન્ટ પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી 55% સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ માન્ય સંસ્થામાંથી 60% સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવારો નોટિફિકેશન જુઓ. આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2022 છે.

કેટલી મળશે સેલેરી

આસિસ્ટન્ટની પોસ્ટ માટે દર મહિને 22,730 રૂપિયા આપવામાં આવશે. આસિસ્ટન્ટ મેનેજરને દર મહિને 53,620 રૂપિયા સેલેરી નક્કી કરવામાં આવી છે.

એલઆઈસી ભરતી માટે ક્યારે થશે પરીક્ષા

આ પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓની ભરતી માટેની પરીક્ષા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2022 મહિનામાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી શકે છે. પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. એડમિટ કાર્ડ પરીક્ષાના એક સપ્તાહ પહેલા આપવામાં આવશે. આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર માટે અરજી ફી રૂ. 800 છે. સરકારી નોકરીઓ 2022 ની ભરતીની માહિતી માટે અહીં ક્લિક કરો.

કેવી રીતે એલઆઈસી ભરતી માટે કરવી અરજી

સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ ibpsonline.ibps.in પર જાઓ.

તે પછી RECRUITMENT OF ASSISTANTS/ ASSISTANT MANAGERS લિંક પર ક્લિક કરો.

હવે “Click here for New Registration” લિંક પર ક્લિક કરો.

તે પછી માંગેલી જાણકારી દાખલ કરો.

તમામ જાણકારી અને અરજી ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.

તમે ઇચ્છો તો તમે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati