RBI Assistant Recruitment 2022: RBI આસિસ્ટન્ટ પોસ્ટની પરીક્ષા માર્ચમાં યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સહાયક પદ માટે 1000 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ છે.

RBI Assistant Recruitment 2022: RBI આસિસ્ટન્ટ પોસ્ટની પરીક્ષા માર્ચમાં યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:01 PM

RBI Assistant Recruitment Exam 2022: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સહાયક પદ માટે 1000 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ માટેનું અરજીપત્ર 17 ફેબ્રુઆરી, 2022ના રોજ રિઝર્વ બેંકની વેબસાઇટ rbi.org.in પર બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ છે. લેખિત પરીક્ષા (RBI Assistant Exam 2022) દ્વારા પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં પ્રાથમિક, મુખ્ય પરીક્ષા અને ભાષા પ્રાવીણ્ય કસોટીનો સમાવેશ કરવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માંગતા તમામ ઉમેદવારોએ અત્યારથી જ તેમની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આરબીઆઈની પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે, પ્રારંભિક, મુખ્ય પરીક્ષા અને ભાષા પ્રાવીણ્ય પરીક્ષણ.

ભારતીય રિઝર્વ બેંક, (RBI)માં સહાયક પદોની પ્રારંભિક પરીક્ષા 26, 27 માર્ચ 2022ના રોજ ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે. જે ઉમેદવારો પ્રી અને મેન્સ પરીક્ષા પાસ કરશે તેઓ ભાષા પ્રાવીણ્ય કસોટીમાં બેસવા માટે લાયક ઠરશે.પરીક્ષામાં વધુ સમય નથી, તેથી ઉમેદવારોએ હવેથી પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ અનુસાર તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

આરબીઆઈ સહાયક પરીક્ષા પેટર્ન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, (RBI)માં સહાયકની જગ્યાઓની ભરતી માટે પરીક્ષા 3 તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં પ્રી પરીક્ષા લેવામાં આવશે જેમાં કુલ 100 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં અંગ્રેજીમાંથી 30, ન્યુમેરિકલ એબિલિટીના 35 અને રિઝનિંગ એબિલિટીના 35 પ્રશ્નો હશે. દરેક પ્રશ્ન માટે 1 માર્ક ફાળવેલ છે. પ્રારંભિક પરીક્ષા માટે 60 મિનિટ આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અભ્યાસક્રમ

મુખ્ય પરીક્ષા 200 ગુણની હશે. જેમાં રિઝનિંગ, અંગ્રેજી, ન્યુમેરિકલ એબિલિટી, જનરલ અવેરનેસ અને કોમ્પ્યુટરમાંથી 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ પ્રશ્નો 1 માર્કના રહેશે. જેના માટે ઉમેદવારોને 135 મિનિટનો સમય આપવામાં આવશે. સમાન ભાષા પ્રાવીણ્ય કસોટી હેઠળ, ઉમેદવારોની સંબંધિત રાજ્યની ભાષા કસોટી લેવામાં આવશે.

આ પણ વાંચો: Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય

આ પણ વાંચો: Maharashtra : કોરોના વુહાનના જે લેબમાંથી નિકળ્યો, તેના માલિક બિલ ગેટ્સ ! જાણો કોણે આપ્યુ સનસનાટીભર્યુ નિવેદન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">