Mumbai Local : રસી ન લેનારા લોકો માટે યાત્રાની અનુમતિ નહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો નિર્ણય
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે જે લોકોએ રસી નથી લીધી તેમના માટે લોકલ ટ્રેનની મુસાફરી સહિત અન્ય પ્રતિબંધો યથાવત છે.
મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કોરોનાની રસી લીધા વિના મુંબઈ લોકલમાં (Mumbai Local) મુસાફરી કરવાની પરવાનગી માંગવામાં આવી છે. આ અપિલ સામે, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રસી ન લીધેલા લોકોને પ્રવેશ ન આપવાની નીતિનું સમર્થન કર્યું છે. કોરોના મહામારીના (Corona) કાળમાં રસી નથી લીધી તેવા લોકો માટે લોકલ ટ્રેનમાં મુસાફરી સહીત અન્ય પ્રતિબંધો યથાવત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ ધોવા.
મુંબઈ લોકલમાં મુસાફરી પર પ્રતિબંધ યથાવત
રાજ્ય સરકાર દ્વારા 08 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર 2021 અને 8 જાન્યુઆરી અને 09 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી 2022ના રોજ કોરોનાને ધ્યાન પર રાખીને બહાર પાડવામાં આવેલા આદેશો રાજ્યમાં હજુ પણ લાગુ છે. તેથી, લોકલમાં મુસાફરી સહિતના અન્ય પ્રતિબંધો રસી ન લીધેલા નાગરિકો માટે યથાવત છે. જો કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને કોવિડ નિવારણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.
માસ્કનો ઉપયોગ ફરજિયાત
કોવિડ વાયરસના ફેલાવાને રોકવા માટે 15 જુલાઈ, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ, 2021ના રોજ જાહેર કરાયેલા પ્રતિબંધના આદેશો રદ કરવામાં આવ્યા છે. જો કે, 08 ઓક્ટોબર, 26 ઓક્ટોબર 2021, 8 જાન્યુઆરી અને 9 જાન્યુઆરી તેમજ 31 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરાયેલા આદેશો હજુ પણ લાગુ છે.
જો કે, નાગરિકો અને વિવિધ સેવા પ્રદાતાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોરોના વિરોધી નિયમોનું પાલન કરે જેમ કે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને જાહેર મુસાફરી દરમિયાન વારંવાર તેમના હાથ ધોવા, પછી ભલે તેઓને રસી આપવામાં આવી હોય કે ન આપવામાં આવી હોય.
મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે
મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવી માગ કરવામાં આવી છે કે જે લોકોને કોરોના સામે રસી આપવામાં આવી નથી તેમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવા માંગે છે, તો તેણે કોરોના સામેની રસી લેવી પડશે અને તે તેના વિના મુસાફરી કરી શકશે નહીં.
ત્રીજી લહેરમાં પ્રથમવાર 100થી ઓછા કોરોના કેસ
કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પ્રથમ વખત, સોમવારે મુંબઈમાં 100 થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ, 17 એપ્રિલ, 2020 પછી પહેલીવાર મુંબઈમાં 96 કેસ સામે આવ્યા છે. માયાનગરીમાં આ મહામારી દરમિયાન, અત્યાર સુધીમાં 10 લાખ 55 હજાર 657 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 10 લાખ 34 હજાર 681 લોકો સાજા થઈ ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 હજાર 688 મોત નોંધાયા છે.