PM Internship scheme : યુવાનોને મળશે દર મહિને 5000 રૂપિયા, રિલાયન્સ સહિતની આ કંપનીઓનો હશે મોટો ફાળો

TCS અને Tech Mahindra થી L&T, Apollo Tyres, Titan, Divis Labs અને Britannia સુધીની લગભગ 50 કંપનીઓએ PM ઇન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ પર યુવાનોને 13,000 થી વધુ ઇન્ટર્નશિપ ઑફર્સ કરી છે. દેશના યુવાનો માટે આ સુવર્ણ તક છે.

PM Internship scheme : યુવાનોને મળશે દર મહિને 5000 રૂપિયા, રિલાયન્સ સહિતની આ કંપનીઓનો હશે મોટો ફાળો
Follow Us:
| Updated on: Oct 08, 2024 | 4:24 PM

પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ માટે 12 ઓક્ટોબરથી દેશના યુવાનો pminternship.mca.gov.in પર જઈને અરજી કરી શકશે. આ પહેલા દેશની સૌથી મોટી કંપનીઓએ ઈન્ટર્નશિપ ઓફર લાઈન અપ કરી છે. TCS અને ટેક મહિન્દ્રાથી લઈને L&T, Apollo Tyres, Titan, Divis Labs અને Britannia સુધીની લગભગ 50 કંપનીઓએ PM ઈન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ પર યુવાનોને 13,000 થી વધુ ઈન્ટર્નશિપ ઑફર્સ કરી છે.

કંપનીઓ 10 ઓક્ટોબર સુધી ખાલી પડેલી ઈન્ટર્નશિપ પોસ્ટની વિગતો આપી શકે છે. એક મીડિયા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં લગભગ 200 કંપનીઓએ કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં નોંધણી કરાવી છે. કોર્પોરેટ બાબતોનું મંત્રાલય પોતે આ યોજનાનું ધ્યાન રાખે છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 1.2 લાખથી વધુ ઈન્ટર્નશીપનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલએન્ડટી, ટાટા ગ્રૂપ અને જુબિલન્ટ ફૂડવર્કસ અત્યાર સુધીમાં સૌથી વધુ ઇન્ટર્નશિપ ઓફર કરતી કંપનીઓમાં સામેલ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘આ ઇન્ટર્નશિપની તકો બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, તેલ, ઊર્જા FMCG, ઉત્પાદન, મુસાફરી અને હોસ્પિટાલિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં હશે.’

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

યોજનાના વિશે અન્ય જાણકારી

  • ટોપ 500 કંપનીઓને સામેલ કરવામાં આવી છે, જે યુવાનોને ઈન્ટર્નશિપ કરવાની તક આપશે.
  • સ્કીમ માટેની વેબસાઈટ પરની યાદીમાં 500 ભાગીદાર કંપનીઓ છે અને તેમાં ટોચની 10માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, ONGC, ઈન્ફોસિસ, NTPC, ટાટા સ્ટીલ, ITC, ઈન્ડિયન ઓઈલ અને ICICI બેન્કનો સમાવેશ થાય છે.
  • દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે, જેમાંથી 4500 રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને 500 રૂપિયા કંપની CSR ફંડમાંથી આપશે. આ સિવાય 6000 રૂપિયાની એકમ રકમ આપવામાં આવશે.
  • 21-24 વર્ષની વયજૂથના ભારતીય યુવાનો કે જેઓ કોઈપણ પૂર્ણ-સમયની નોકરી અથવા શિક્ષણ સાથે સંકળાયેલા નથી તે પાત્ર હશે.
  • ઓનલાઈન અને લોંગ ડિસ્ટન્સ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ માટે પાત્ર બનશે.
  • નાણાકીય વર્ષ 2023-24માં જેમના પરિવારની આવક આઠ લાખથી વધુ હશે તે પાત્ર નહીં ગણાય.
  • જો પરિવારનો કોઈ સભ્ય કાયમી સરકારી નોકરી કરે છે તો આવા પરિવારના યુવકો લાયક નહીં ગણાય.
  • તમે હેલ્પલાઇન નંબર 1800-116-090 પર કૉલ કરીને અથવા www.pmintern ship.mca.gov.in વેબસાઇટ પર લૉગ ઇન કરીને માહિતી મેળવી શકો છો.
  • જેઓ IIT, IIM, IISER, NID, IIIT, NLU જેવી જાણીતી સંસ્થાઓમાંથી સ્નાતક થયા છે તેઓ અરજી કરી શકશે નહીં.
  • CA, CMA, CS, MBBS, BDS, MBA અને માસ્ટર ડિગ્રી અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો આ માટે અરજી કરી શકશે નહીં.
  • કોઈપણ સરકારી યોજના હેઠળ કૌશલ્ય તાલીમ મેળવતા યુવાનો પણ તેનો લાભ મેળવી શકશે નહીં.
  • પસંદગી પામેલા ઉમેદવારોની યાદી 27 ઓક્ટોબરથી 7 નવેમ્બરની વચ્ચે તૈયાર કરવામાં આવશે. ઓફર લેટર્સ 8 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી મોકલવામાં આવશે, જ્યારે પસંદગીના યુવાનોની ઈન્ટર્નશિપ 2 ડિસેમ્બરથી કંપનીઓમાં શરૂ થશે.

ઉમેદવારોની ઇન્ટર્નશિપ 2 ડિસેમ્બરથી શરૂ થશે

પોર્ટલ દ્વારા, કંપનીઓ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ હેઠળ ખાલી જગ્યાઓની સંખ્યા જાહેર કરશે અને ઉમેદવારો અરજી કરી શકશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ઇન્ટર્નશિપ શરૂ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. 2 ડિસેમ્બર પહેલા પ્રથમ બેચ હેઠળના ઉમેદવારોની કંપનીઓમાં ઇન્ટર્નશિપ શરૂ થશે. પ્રથમ દિવસે કંપનીઓએ સવારે 11 વાગ્યા સુધી 1077 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">